અમદાવાદ(ગુજરાત): અમદાવાદ કેરળની મહિલા સાથે ગેંગ રેપની ઘટના જોવા મળી છે. મહિલાએ આક્ષેપ છે કે, પતિએ ફેકટરીના માલિક અને તેના મિત્રો સાથે મળીને ગેંગ રેપ કર્યો છે. વેજલપુર પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
મહિલાએ આ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેના પતિએ ફેકટરી માલિક હરિ નાયર તેના મિત્ર જય ચન્દ્રા સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. નવા મણિનગર, વેજલપુર અને થલતેજમાં જુદા જુદા મકાન ભાડે રાખીને શોષણ કરતા હતા. એટલું જ નહીં, આ મહિલાને નજર કેદ રાખીને બંધક બનાવીને રાખવામાં આવી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ મહિલા ન્યાય મેળવવા પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, મહિલા અને તેનો પતિ મૂળ કેરળમાં રહેતા હતા. ફેકટરી મલિક હરિ નાયર પણ કેરળનો રહેવાસી છે. જેથી હરિ નાયરે 2011 માં મહિલાના પતિને અમદાવાદ નોકરીની ઓફર આપીને બોલાવ્યો હતો. ત્યારબાદ 2013 ના વર્ષમાં હરિ નાયર પડોશમાં રહેતી મહિલા રમા ઉદયનના ઘરે આવ્યો હતો. ત્યારે પીડિત મહિલાના પતિએ મદદ કરવાના નામે ત્યાં મોકલી હતી. રમાએ ફેકટરી માલિક સાથે સંબંધ રાખવાની વાત કરી હતી. જો કે તેણે ઇન્કાર કરતા બળજબરીથી હરિ અને જય ચન્દ્રાએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પતિને જાણ કરી હોવા છતાં તેને મદદ કરવાંના બદલે આરોપીઓ સાથે મળીને મહિલાનું શોષણ શરૂ કર્યું હતું. આ ફરિયાદને લઈને વેજલપુર પોલીસે મહિલા સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે.
પોલીસે કેરળની મહિલાએ કરેલી ગેંગ રેપની ફરિયાદને લઈને તપાસ શરૂ કરી છે. મહિલાનો પતિ અને રમા તેમજ જય ચન્દ્રા કેરળ હોવાનું સામે આવ્યું છે. જ્યારે તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેકટરી માલિક હરી ખેડામાં છે. જેથી પોલીસે ગેંગ રેપની ફરિયાદને લઈને આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.