લાખો યુવાનોનાં દિલ તોડીને અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે?- નામ જાણીને…

બોલીવૂડની ખુબસુંદર તથા લાખો યુવાનોનાં દિલ પર રાજ કરતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર તથા ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાના રિલેશનશિપમાં હોવાના સમાચાર ખુબ લાંબા સમયથી ચાલી રહ્યા છે…

બોલીવૂડની ખુબસુંદર તથા લાખો યુવાનોનાં દિલ પર રાજ કરતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર તથા ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાના રિલેશનશિપમાં હોવાના સમાચાર ખુબ લાંબા સમયથી ચાલી રહ્યા છે ત્યારે બંનેએ ક્યારેય તેમના સંબંધો પર મહોર લગાવી નથી પણ આ દરમિયાન તેમના લગ્નને લઈ રૂમર્સ આવવા લાગ્યા છે.

શ્રદ્ધા કપૂરને ઘણીવાર રોહન સાથે સ્પોટ કરવામાં આવી છે પણ હાલમાં મળી રહેલ જાણકારી પ્રમાણે બંને ખુબ જલદી સાત ફેરા પણ લઈ શકે છે. જો અભિનેત્રી આ પગલું ભરશે તો લાખો યુવાનોના દિલ તૂટી જશે. કારણ કે, અભિનેત્રીના લાખો ચાહકો છે.

લગ્ન કરવા જઈ રહી છે શ્રદ્ધા કપૂર?
માલદીવમાં શ્રદ્ધા કપૂરના પિતરાઈ ભાઈ પ્રિયાંક શર્માના લગ્ન વખતે આ સેલિબ્રિટી કપલ એકબીજાની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતા જોવા મળ્યા હતા. બંનેની ખૂબ નજીકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી કે, જેને ખૂબ શેર કરવામાં આવી હતી.

શ્રદ્ધાનાં લગ્નને લઈ શું હતો પિતરાઈ ભાઈનો જવાબ?
આ પ્રશ્ન પર, પ્રિયાંક હસી પડ્યો હતો તેમજ એણે જણાવ્યું હતું કે, ‘હું નો કોમેન્ટ કહેવા જઈ રહ્યો છું, હું શું બોલુ યાર. પણ હા, જો તમે ભવિષ્યની રાહ જોઈ રહ્યા હો તો દેખીતી રીતે લગ્નની રાહ જોવી વધારે યોગ્ય છે. જ્યારે પદ્મિની કોલ્હાપુરેને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણીએ આઘાતજનક જવાબ આપતા જણાવ્યું હતું કે, ‘શાદી, વાહ! આ એક વિચિત્ર પ્રશ્ન છે. જો આવું થશે તો તમને સમાચાર મળશે.

શાનદાર રહી છે શ્રદ્ધા કપૂરની કારકિર્દી:
બોલીવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂરની અત્યાર સુધીની કારકિર્દી ખૂબ જ શાનદાર રહી છે. તેણે વર્ષ 2010 માં ફિલ્મ તીન પત્તીથી આ ક્ષેત્રમાં ડેબ્યુ કર્યું હતું તેમજ તેણે સિનેમા જગતને Ek Villain, Haider, ABCD 2, Baaghi, Half Girlfriend તથા Stree જેવી અનેકવિધ સુપરહિટ ફિલ્મો આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *