લાખો રૂપિયામાં વેચાઈ રહ્યું છે ફાટેલું સ્વેટર- કિંમત અને કારણ જાણીને આંખો પહોળી થઇ જશે

આજકાલ, બજારમાં ઘણી પ્રકારની બ્રાન્ડ છે અને તેમાંથી મોટાભાગની બ્રાન્ડએ ફેશન ઉદ્યોગમાં પોતાની છાપ બનાવી છે. આ દિવસોમાં ફેશન ટ્રેન્ડમાં ડિસ્ટ્રેસ્ડ કપડાંનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ડિસ્ટ્રેસ્ડ એટલે કપડાં ફાટેલા હોય. તાજેતરમાં જ એક પ્રખ્યાત લક્ઝરી બ્રાન્ડે સ્વેટર લોન્ચ કર્યું છે જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

વિદેશની પ્રખ્યાત લક્ઝરી બ્રાન્ડ Balenciagaએ બજારમાં હાઇ-ફાઇ રેન્જ સાથેનું સ્વેટર લોન્ચ કર્યું છે. ફેશનને અનુસરતા લોકો પણ આ સ્વેટર જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તેની કિંમત $ 1 હજાર 450 ડોલર રાખવામાં આવી છે. ભારતીય ચલણમાં તે લગભગ 1 લાખ રૂપિયા છે.

આ સ્વેટર બ્રાન્ડની ડિસ્ટ્રેસ્ડ ક્લોથિંગ લાઇનનો એક ભાગ છે. ડિસ્ટ્રેસ્ડ લુક આપવા માટે આ સ્વેટર ઘણી જગ્યાએથી કાપવામાં આવ્યું છે. આ ડિઝાઇન કોલર અને સ્લીવ્સ પર જોઇ શકાય છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સ આ ડિઝાઇનની મજાક ઉડાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, સ્વેટર જોઈને એવું લાગે છે કે જાણે તેને ઉંદરે કોતરી નાખ્યું હોય. ઘણા વપરાશકર્તાઓ કહી રહ્યા છે કે, આ બ્રાન્ડ ફેશનના નામે લોકોને કંઈપણ પહેરવી દે છે અને તે પણ લાખોના ખર્ચે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *