CCD ના માલિક વિજી સિદ્ધાર્થ ની ભાવુક ચિઠ્ઠી, લાંબી લડાઈ કરી પણ હવે નહીં..

સીસીડી કંપનીના માલિક અને કર્ણાટકના પૂર્વ સીએમ એસ.એમ કૃષ્ણના જમાઈ વી.જી.સિદ્ધાર્થ અચાનક ગુમ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વી.જી.સિદ્ધાર્થ કેફે ચેન સીસીડી ના માલિક પણ છે. ત્રણ દિવસ પહેલાં સિદ્ધાર્થ રાખેલા ચિઠ્ઠીમાં તેમની પરેશાની ઓ જણાવવામાં આવી છે. આ પત્રમાં કંપનીને થઈ રહેલી નુકસાની અને વધુ દેવાની વાત કરવામાં આવી રહી છે. સોમવારે રાત્રે સિદ્ધાર્થ નદી પાસે ગયા હતા. અને ત્યાર પછી તેનો પતો મળી રહ્યો નથી.

તમને છેલ્લે મેંગલુંરૂમાં નેત્રાવતી નદીની પાસે જવામાં આવ્યા હતા. કર્ણાટક ને પોલીસ વિભાગે નદીની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ડ્રાઇવર ના જણાવ્યા મુજબ પોલીસનું કહેવું છે કે, કદાચ સિદ્ધાર્થે આત્મહત્યા કરી લીધી છે.

પત્રમાં સિદ્ધાર્થ લખ્યું,દેવાદારો કરે છે ઉઘરાણી.

સિદ્ધાર્થ ના ગુમ થયાના થોડા સમય પછી આ પત્ર સામે આવ્યો હતો. જે સિદ્ધાર્થ દ્વારા 27 તારીખે લખવામાં આવ્યો હતો. આ પત્રમાં તેણે જણાવ્યું છે કે, 37 વર્ષ પછી પણ પોતાની ખુબ કોશિશ કર્યા બાદ કોઈ પ્રકારનો ફાયદો થઈ શક્યો નથી. મે નક્કી કરેલ બિઝનેસ મોડેલ પ્રમાણે કાંઈ થઈ રહ્યું નથી.

લાંબા સમય સુધી લડીયો પણ હવે હાર માનુ છું…

સિદ્ધાર્થ પત્રમાં લખ્યું હતું કે, જે લોકો એ મારી ઉપર વિશ્વાસ કર્યો તેમને નિરાશ કર્યા હોવાના કારણે હું માફી માગું છું. હું લાંબા સમય સુધી લડીયો પણ હવે હું હાર માનું છું કારણકે હું દેવાદારો દ્વારા થઇ રહેલું દબાણ ઝીલી શકતા નથી. દેવાદાર દ્વારા મને શેર પાછા ખરીદવાનો ફોર્સ કરવામાં આવી રહ્યો છે. તેમાંથી અડધી રકમ છ મહિના પહેલા દોસ્ત પાસેથી ઉધાર લઈને મેં પૂરી કરી છે.

સિદ્ધાર્થ એ આ પત્ર મા આઈકર વિભાગ ને જણાવ્યું કે, “મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. મારી કંપની મા સતત થઇ રહેલ નુકસાનના કારણે મારી પાસે પૈસા રહ્યા હતા નહીં.જેના કારણે મારી દેવાદાર પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા હતા. જે પાંચ વર્ષ બાદ હવે દેવાદારો મારી પાસે પૈસાની માગણી કરી રહ્યા છે. મારી પાસે પૈસા ન હોવાના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું.”

ગયા મહિને સિદ્ધાર્થે તેમની સંપૂર્ણ હિસ્સો વેચી દીધો હતો.

આ પહેલા તેઓ 21 ટકા હોલ્ડિંગ સાથે મા ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટા શેરધારક હતા. કોફીના બિઝનેસમાં સફળ વેપારી તરીકે તેમની ખાસ ઓળખાણ હતી. કોફી વગાડવા માટે કર્ણાટકમાં તેમની પાસે 12000 એકર જમીન હતી. આ વર્ષના માર્ચ ના આંકડા દરમ્યાન સમગ્ર દેશમાં સીસીડીના 1,752 કેફે હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *