મુઝફ્ફરપુરની 16 વર્ષીય મીશા લાંભા સમય બાદ મોઢેથી ખોરાક ખાઈ શકશે. તે છેલ્લા 10 વર્ષથી યોગ્ય રીતે ખાઈ શકતી ન હતી. તે TMG ઇન્કોલોસીસ નામની બીમારીથી પીડાતી હતી. તેનો પરિવાર તમામ સ્થળોએ સારવાર કરાવીને થાકી ગયો હતો. પછી કોઈએ તેને શહેરના પ્રખ્યાત ડેન્ટલ અને મેગિજીલોફેશિયલ સર્જન ડો.ગૌરવ વર્મા વિશે જણાવ્યું. ત્યારબાદ, તેઓ ડોક્ટરને મળ્યા અને બાળકીના રોગ વિશે જણાવ્યું હતું. અને ડો.વર્માએ આ જટિલ રોગની સારવાર શરૂ કરી.
સતત પાંચ કલાક સુધી ચાલી હતી મેરેથોન સર્જરી. જેમાં મીશાના માથાની અંદરથી માંસના ભાગો કાપીને જડબાના કેટલાક ભાગોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો.વિમોહને આ સર્જરીમાં તેમનો સાથ આપ્યો. સતત પાંચ કલાકની આ જટિલ સર્જરી આખરે સફળ રહી હતી.
ડો.વર્માએ જણાવ્યું હતું કે, “આ સર્જરી ખૂબ જ પડકારજનક અને જટિલ હતી. પરંતુ, ડો.વિમોહનનો સમયાંતરે સહયોગ અને માર્ગદર્શન મળતું રહ્યું. જેથી સર્જરી સફળ રહી હતી. મીશાના પરિવારે તેનો દિલથી આભાર માન્યો. હવે મીશાનું મોં સંપૂર્ણ ખુલી શકે છે. અને તે ખોરાક પણ ખાઈ શકે છે.’
સંબંધીઓના જણાવ્યા અનુસાર, “મીશા પાસે જીવનમાં બધું હતું, પણ તે યોગ્ય રીતે ખાઈ શકતી ન હતી. તે શરૂઆતના દિવસોમાં બિલકુલ ઠીક હતી. પરંતુ, છ વર્ષની ઉંમરથી જ તેણે આ રોગે જક્ડવાનું શરૂ કર્યું હતું, જે જોત-જોતામાં ગંભીર રોગ બની ગયો હતો.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.