હળવદ(ગુજરાત): ઘણી વખત નજીવી બાબત માટે લોકો બીજાનો જીવ લેવા માટે તૈયાર થઇ જાય છે. આવો જ એક બનાવ હળવદના નર્મદા કેનાલ પાસે હળવદ જીઆઇડીસીના 4 જેટલા વ્યક્તિએ ભવાની નગરમાં રહેતા એક યુવાનને નજીવી બાબતને કારણે માથાના ભાગે છરીનો ઘા મારી કેનાલમાં ફેકી દીધો હતો. જો કે, યુવાનને તરતા આવડતું હોવાથી તે કેનાલમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારે આરોપીઓ મારતા મારતા પીડિત યુવકને હળવદ જીઆઇડીસી સુધી લઈ ગયા હતા. ત્યાં સુધીમાં પોલીસ આવી જતાં આરોપીઓ પોલીસને જોઇ ભાગી ગયા હતા. હાલ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, હળવદ શહેરમાં 4 જેટલા વ્યક્તિઓએ કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ પાસે કોઈ નજીવી બાબતે ઝઘડો થયો હતો. તેવામાં જીઆઈડીસીના ઉશ્કેરાયેલા વ્યક્તિએ ભવાનીનગરના યુવાનને માથાના ભાગે છરીનો ઘા ઝીંકી નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવ્યો હતો.
યુવાનને તરતા આવડતું હોવાથી યુવાન કેનાલમાંથી બહાર આવ્યા હતા. પરંતુ આરોપીઓ મારતા મારતા છે ક હળવદ જીઆઇડીસી સુધી લઈ હય હતા. ત્યાં સુધીમાં બનાવની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક જીઆઇડીસીમાં પહોંચી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.