રાજ્યમાં રહેતા પાટીદાર સમાજનાં સમર્થનમાં આવનાર હાર્દિક પટેલને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકો પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી રહ્યાં છે. નરેશ પટેલ પટેલ સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ એવું નિવેદન આપવામાં આવ્યું હતું.
જયારે ઠાકોર સમાજ દ્વારા તેના સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. આ મુદ્દે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી રહેલ નેતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.
હાર્દિક પટેલે કરી પોસ્ટ:
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમાજના મુખ્યમંત્રી પદની માંગણી કરી રહેલ નેતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ જણાવે છે કે, જાતિના આધારે પ્રદેશનું નેતૃત્વ માંગવાનું બંધ કરવામાં આવે.
હાર્દિક પટેલ જણાવે છે કે, ગુજરાત આપણા સૌની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ છે. પોતાની પોસ્ટમાં હાર્દિક પટેલ જણાવે છે કે, મારી જાતિના મુખ્યમંત્રી, તારી જાતિના મુખ્યમંત્રીની વાત કરીને કર્મભૂમિનું અપમાન કરવું જોઈએ નહીં. આની સાથે હાર્દિક પટેલે પોતાની જાતિના નેતાને CM બનાવવાની માંગણી કરી રહેલ નેતાઓ પર નિશાન સાધ્યુ છે.
ગુજરાત માંગુ ગુજરાતનો મુખ્યમંત્રી:
હાર્દિક પટેલ પોતાની પોસ્ટમાં જણાવે છે કે, રાજ્યને ગુજરાતના જ મુખ્યમંત્રીની જરૂર છે. મુખ્યમંત્રી કોઈ સમાજના હોતા નથી. તે તમામ ગુજરાતીઓના હોય છે. બધા જ સમાજનું ભલૂ કરે તેવા મુખ્યમંત્રીની જરૂર રહેલી છે. આની સાથે હાર્દિક પટેલે સંદેશ આપ્યો કે, ધર્મ-જાતિની વાતો બંધ કરીને લોકોની વાત કરવી જોઈએ. મુખ્યમંત્રી રાજ્યના અન્ય સમાજનું કામ ન કરતા હોય તેવા મુખ્યમંત્રીનું કોઈ કામ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.