થોડા દિવસ બાદ જ ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કોરોના મહામારીને લીધે છેલ્લા એક મહિનાથી અલગ અલગ ઓર્ડર પ્રમાણે મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. આની સાથે જ માટીના ગણેશની મૂર્તિની માંગ ગત વર્ષ કરતા આ વર્ષે વધારે જોવા મળી રહી છે.
જેનું મુખ્ય કારણ એ છે કે, માટીના ગણેશનું વિસર્જન લોકો પોતાના ઘર આંગણે કરી શકે છે. અહીં નોંધનીય છે કે, આ વર્ષ દરમિયાન મૂર્તિના ભાવમાં 25% જેટલો ભાવ વધારો થતા માર્કેટમાં 500 રૂપિયાથી લઇ 20,000 રૂપિયા સુધીની કિંમતની મૂર્તિ જોવા મળી રહી છે.
ગત વર્ષે કોરોના મહામારીને લીધે ગણેશ મહોત્સવની ઉજવણી થઇ શકી ન હતી પણ આ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મંજુરી મળતા સમગ્ર રાજ્યમાં નાના-મોટા 500 કરતા પણ વધારે આયોજન થનાર છે. આની ઉપરાંત ઘર અથવા તો સોસાયટીમાં ગણેશની મૂર્તિ લાવીને સ્થાપન કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે તે અલગ માનવામાં આવે છે.
આની માટે તકેદારીના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા આયોજકોની સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તમામ પ્રકારના નિયમોનું પાલન થાય એવા પ્રકારે આયોજન કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. આની સાથે જ સુરત શહેરમાં પણ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી થાય છે.
શહેરના મજૂરા ગેટ, કૈલાસનગરની મધૂરમિલન વાડીનું ‘સુરત કે લાલબાગ કા રાજા’ મંડળ છેલ્લા 5 વર્ષથી મુંબઇના લાલબાગ ચા રાજાની ગણેશજીની પ્રતિમાની પ્રતિકૃતિ ધરાવતી મૂર્તિની સુરતમાં સ્થાપના કરે છે. આ વર્ષે પણ આટલા જ ઉત્સાહથી સ્થાપના કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, જેમાં મંડળના 13 સભ્યો ફ્લાઇંગ રાની ટ્રેન મારફતે મુંબઇ પહોંચીને ગણેશજીની પ્રતિમા લાવ્યા હતા. આની માટે તેમણે કુલ 15 ટિકિટ બુક કરાવી હતી કે, જેમાં ગણેશજીનો પણ સમાવેશ થઈ જાય છે. તેઓ મુંબઇમાં આવેલ લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર મુર્તિકાર સંતોષ કાંબલી પાસે જ પ્રતિમા બનાવડાવે છે.
છેલ્લા બે વર્ષથી તેઓ 3 ફૂટની પ્રતિમા લાવે છે. આની પહેલાં 6 ફૂટની પ્રતિમાનું સ્થાપન થયું હતું. આ વર્ષ દરમિયાન મંડળના સભ્યો રક્તદાન કેમ્પ, રસી કેમ્પનું પણ આયોજન કરશે. આની ઉપરાંત ઓર્ગન ડોનેશનનું અભિયાન પણ ચલાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.