સુરત(ગુજરાત): હાલમાં સુરતમાંથી એક ખુબ જ દર્દનાક ઘટના સામે આવી છે. આ કરુણ ઘટના રેલવે સ્ટેશન પર સર્જાઈ હતી. જાણવા મળ્યું છે કે, રત્નકલાકાર કામકાજ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ ઉતાવળે જઈ રહ્યો હતો. આ દરમિયાન રેલવે સ્ટેશન પર ટ્રેનને લીલીઝંડી મળી જતાં ઉપડી ગઈ હતી. સ્ટેશન છોડતી સુરત-વડોદરા મેમુ ટ્રેનમાં ઉતાવળે ચડતી વખતે રત્નકલાકારના વરસાદમાં ભીના થયેલા રેલવે સ્ટેશન પર પગ લપસ્યાં અને પગ ટ્રેનમાં આવી જતા તેણે પગ ગૂમાવવા પડ્યાં હતાં.
રલેવે સ્ટેશન પર ફરજ બજાવતાં આરપીએફ જવાનો દ્વારા તાત્કાલિક રત્નકલાકારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઉપડી રહી હતી. આ દરમિયાન, ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા હતા.
ત્યારબાદ હિંમતભેર દશરથભાઈએ તેમના સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી. બન્ને પગ ગૂમાવ્યા બાદ પણ પીડાથી કણસતા દશરથભાઈની હિંમતને સૌ કોઈએ બિરદાવી હતી. ભરથાણા ખાતે રહેતો દશરથ ગોરધન સુરતની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. જાણવા મળ્યું છે કે, તેમને સોમવારે નાઇટ ડ્યૂટી હતી.
મંગળવારે સવારે દરરોજ કરતાં વહેલી છૂટ્ટી મળતાં રત્નકલાકાર ટ્રેન મારફતે ઘરે જવા સુરત સ્ટેશન પર પહોંચ્યા હતા. પગ લપસી જતાં તેઓ ટ્રેન નીચે આવી જતાં તેમના બંને પગ કપાઈ ગયા હતા. ટ્રેન પગ પરથી પસાર થઇ જતા યુવક ત્યાં કણસતી હાલતમાં પડ્યો હતો. આ અંગે આરપીએફને જાણ થતાં તેમણે તાત્કાલિક 108ને બોલાવી રત્નકલાકારને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે આરપીએફ દ્વારા રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.