આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આપઘાતની આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના રાજકોટ શહેરમાં આજે આજી ડેમ-2 ડેમ માંથી યુવાનની રહસ્યમય હાલતમાં લાશ મળી આવતા અરેરાટી પછી જવા પામી હતી.
આ અંગેની જાણ થતાની સાથે ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. અહીં નોંધનીય છે કે, મૃતકના ખિસ્સામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું. આ ઘટનામાં યુવકનું અકસ્માતે મોત થયું છે કે પછી હત્યા કરાઈ છે એ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો:
મળી રહેલ જાણકારી પ્રમાણે બપોરના 2.45 વાગ્યે મળેલ કોલ આધારે ફાયર વિભાગે આજી-2 ડેમ ખાતે પહોંચી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આની સાથે જ યુવાનનો મૃતદેહ બહાર કાઢીને તપાસ કરતા યુવાન પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગના આદિત્ય રાવલનું આઈકાર્ડ મળી આવ્યું હતું.
આની સાથે જ રહેણાંક એરપોર્ટ રોડ દર્શાવવામાં આવ્યું હતું. ત્યારપછી ફાયર વિભાગ દ્વારા પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પહોંચી ગયો હતો તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બે મહિના અગાઉ ભાદર નદીમાં મૃતદેહ મળી આવ્યો હતો:
આજથી બે માસ અગાઉ પણ રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી પસાર થતી ભાદર નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ મળ્યાની જાણ થતાંની સાથે જ ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા તેમજ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસને જાણ કરતાની સાથે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.