સુરત શહેરમાં અસામાજિક તત્વોની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. સુરતના લિંબાયતમાં આવેલા કેશવનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ બિસ્કિટ સપ્લાય કરતા યુવકને જાહેરમાં જ ખુલ્લેઆમ ફટકારી ટેમ્પોમાં તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ બચાવવા આવેલા દુકાનદાર અને એની પત્નીને દુકાનમાં ઘૂસી જાહેરમાં ફટકારતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી છે. આખી ઘટના CCTVમાં કેદ થયા બાદ પણ હુમલાખોર અસામાજિક તત્વો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઇજાગ્રસ્ત પિતાનો પુત્ર ગોપાલ દેવીલાલ કલાલએ જણાવતા કહ્યું હતું કે, તેઓ દેવ નારાયણ કરીયાણાની દુકાન ચલાવે છે. મંગળવારના રોજ બપોરે દુકાન પર એક ટેમ્પોવાળા શાદાબભાઈ બિસ્કિટના નમુના લઈને આવ્યા હતા. જોતજોતામાં હુમલાખોરો અચાનક જ ટેમ્પો ચાલક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં જ ખુલ્લેઆમ ટેમ્પો ચાલકને ફટકારી ટેમ્પોમાં તોડફોડ કરી નાખી હતી જેને લીધે દુકાનદાર દેવીલાલ અને એમના પત્ની પવનીબેન બચાવવા આ સમગ્ર મામલાની વચ્ચે પડ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત ટેમ્પો ચાલક જીવ બચાવવા માટે ગંભીર હાલતમાં ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
View this post on Instagram
ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ભાગી જતા હુમલાખોરો તેમની દુકાનમાં ઘુસી ગયા હતા. દુકાનની અંદર ઘુસ્યા બાદ ચાલ દુકાન બંધ કર, ભાઈ બની ગયા છો કહી દેવીલાલના માથે કાચની બરણી મારી દીધી હતી. માતા વચ્ચે પડ્યા તો હુમલાખોરોએ તેને પણ જાહેરમાં જ માર માર્યો હતો. આટલું બધું જાહેરમાં થતા જોઈ ડરના મારે તેમને કોઈ બચાવવા માટે ન આવ્યું. અંતે ભયનો માહોલ ઉભો કરી હુમલાખોરો ત્યાંથી નાસી છુટ્યા. ત્યારબાદ ઇજાગ્રસ્ત ગંભીર હાલતમાં પિતા દેવીલાલ ફરિયાદ નોંધાવવા માટે લિંબાયત પોલીસ સ્ટેશન ગયા હતા.
હુમલાખોરોના ડર વચ્ચે હુમલો કરનારા રવિ, અંકીત ઉર્ફે હડ્ડી, દીપુ પાંડે, રોહીત ઉર્ફે છાયા હોવાનું જાણકારી દરમિયાન જાણવા મળ્યું છે. શાદાબ સાથે ઝગડા અને હુમલાનું મુખ્ય કારણ અહિંયા ટેમ્પો ઉભો કેમ રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. શાદાબએ મા-બેન સામે અપશબ્દ ન બોલવાનું કહેતા માર મારવામાં આવ્યો હતો. શાદાબને માથાના ભાગે પથ્થરથી માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ડાબા પગ પર ચપ્પુના ઘા મરાયા હતા. સમગ્ર ઘટના ઘટતા લોકો ભેગા થઇ જતા હુમલાખોર જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સમગ્ર મામલે લિંબાયત પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.