હેવાનિયતની તમામ હદો પાર કરી આ શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં નાખી દીધો સળીયો

સમગ્ર દેશમાં બળાત્કારની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના મુંબઈથી સામે આવી છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બરાબર દિલ્હીના નિર્ભયા કેસ જેવી છે. મુંબઈ પ્રકાશમાં આવ્યું છે આ મહિલા પર બળાત્કાર કર્યા બાદ તેણે તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો, જેના કારણે મહિલાની હાલત જ ગંભીર છે.

એક આરોપીની ધરપકડ:
મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર ગણાતા મુંબઈમાં મહિલાઓ હવે સૌથી વધુ અસુરક્ષિત બની રહી છે. સાકીનાકા બળાત્કાર કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને એવી પણ શંકા છે કે, આ ઘટનામાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોઈ શકે છે. હાલ આ દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે. આ ઘટના સાકીનાકાના ખૈરાણી રોડની જણાવવામાં આવી રહી છે.

સ્થળ પર વરિષ્ઠ અધિકારી:
પરિસ્થિતિની ગંભીરતા અને ગણેશ ચતુર્થીને જોતા મુંબઈ પોલીસના અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા છે. જેથી પરિસ્થિતિ કોઇપણ રીતે નિયંત્રણ બહાર ન જાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *