મોટા સમાચાર: વિજય રુપાણીનું રાજીનામું- કોણ હશે નવા મુખ્ય મંત્રી?

ગુજરાતનાં રાજકારણનાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જયારે રાજીનામુ આપ્યું ત્યારે નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હાજર રહ્યું  હતું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી DyCM નીતિન પટેલની સાથે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે વી સતીશ સહિત અન્ય કેટલાય મોટા નેતાઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત અન્ય કેટલાય ભાજપના દિગ્ગજ નેતાઓ રાજભવન ખાતે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલને મળવા માટેનો સમય માંગ્યો હતો. ત્યારે મોટી રાજકીય ક્ષેત્રે મોટી ઉથલ-પાથલ થઇ છે.

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી. ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સરદાર ધામનાં કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની સાથે વી સતીશ સહિતનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલને મળવા પહોંચ્યા છે ત્યારે તેમની સાથે પક્ષના મોટા નેતાઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. તેમની સાથે સંગઠનના મહામંત્રી વી.સતીષ સહિત ડે.સીએમ નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *