તહેવારો બાદ ફરી સક્રિય થયો કોરોના, સુરતના આ વિસ્તારમાં એક જ પરિવારના 8 સભ્યો પોઝિટિવ આવતા મચ્યો હાહાકાર

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે લોકો ઘરની બહાર જઈ શક્યા ન હતા. દિવાળી ઉપર છૂટછાટ આપતાની સાથે જ ધાર્મિક સ્થળો, ફરવા લાયક સ્થળો તેમજ અન્ય સ્થળો પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેના કારણે ફરી એક વખત કોરોના ના કેસો વધવાની શક્યતા સેવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત શનિવારના રોજ પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણનો ટ્રેન્ડ સતત વધતો જઈ રહ્યો છે જેના કારણે અમદાવાદથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ શનિવારે શહેરમાં રાંદેર વિસ્તારમાં કુલ સાત કેસ નોંધાયા હતા. સાતમાંથી પાંચ એક જ પરિવારના સભ્યો છે જ્યારે બાકીના બે અન્ય પરિવારના સભ્યો છે.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ આનંદ મહલ રોડના પવિત્ર રો-હાઉસમાં રહેતા 67 વર્ષના વૃધ્ધ, 35 વર્ષનો પુત્ર, 31 વર્ષની વહુ અને 3 વર્ષના બે ટ્વીન્સ પૌત્ર એકસાથે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. થોડા દિવસો અગાઉ આ પરિવાર પૂના દીકરીને ત્યાં ગયો હતો. જ્યાંથી પરત ફર્યા બાદ પહેલા વૃધ્ધ અને પછી અન્ય સભ્યોનો કોરોનાટેસ્ટ કરવામાં આવ્યો હતો જે હાલમાં પોઝિટીવ મળી આવ્યો હતો.

જોકે, બાકીના ચારેય સભ્યને કોઇ જ લક્ષણ નથી. વૃધ્ધ, તેમના પુત્ર અને વહુ ત્રણેય ફુલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 2 કેસ પાલ સિમંઘર કોમ્પલેક્ષના છે. જેમાં 67 વર્ષના પિતા અને 37 વર્ષનો પુત્ર સંક્રમિત થયા છે. શહેરના 7 અને જિલ્લામાં 1 કેસ સાથે કુલ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે.

અત્રે ઉલેખનીય છે કે, પાલિકાના મેડિકલ ઓફિસર પ્રદિપ ઉમરીગરે કહ્યું કે, કોરોનાના કેસમાં ફરી વખત ઉચાળો ન આવે તેવી ખાસ તકેદારીના ધોરણે શહેરના એન્ટ્રિ પોઇન્ટ ઉપર વાહન રોકીને ક્યાંથી આવ્યાં છો? તેવી પુચ્પર્ચ કરવામાં આવે છે. જો તેઓ અમદાવાદ કે અમદાવાદ તરફથી આવ્યાં હોય તો તેમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આવા લોકોનું અત્યાર સુધી ટેસ્ટિંગ કરતા ન હતાં. જોકે સ્થિતિને જોતા આ તકેદારી શનિવાર સવારથી જ શરૂ કરાઇ છે.

8 એન્ટ્રી પોઇન્ટ ઉપર 2,939નું ટેસ્ટિંગ, એક પણ સંક્રમિત નહીં
પાલિકા દ્વારા જણાવેલી માહિતી અનુસાર, ગત શનિવારના રોજ એરપોર્ટ પર 512 યાત્રીઓનું, સ્ટેશન પર 514, બસ ડેપો પર 128નું ટેસ્ટિંગ કરાયું હતું. જહાંગીરપુરા પ્રવેશદ્વાર પર 210, પલસાણા 342, વાલક 450, સરોલી 595, સાયણમાં 188 મળી કુલ 2939નું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં કોઈ પોઝિટિવ નિકળ્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *