રાજકોટ (ગુજરાત): આજ બપોર સુધીમાં રાજકોટ (Rajkot) માં એકસાથે 11 ઇંચ જેટલો વરસાદ (Rain) ખાબકતા જિલ્લાના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે ત્યારે ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. આની સાથે જ એકસાથે 7 દરવાજા 4 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે તેમજ 17,500 ક્યુસેક પાણીનો ઈનફ્લો થયો છે.
ભાદર-2 ડેમ સંપૂર્ણ કક્ષાએ ભરાઈ જતા છલોછલ થઈ ગયો છે. આજી-3 ડેમના નિર્ધારીત સપાટી ભરાઈ જતા તેના 15 દરવાજા ખોલી દેવાયા છે. આની ઉપરાંત છાપરાવાડી-2 ડેમ હાલમાં 70% જેટલો ભરાઈ જતા આવકમાં વધારો થવાથી ડેમના દરવાજા ગમે ત્યારે ખોલી દેવામાં આવશે. જેને લીધે હેઠવાસના ગામલોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
ડેમ પૂર્ણ કક્ષાએ ભરાતા દરવાજા ગમે ત્યારે ખોલી દેવાશે:
હાલમાં પડધરી તાલુકામાં આવેલ ખજુરડી ગામ નજીકનો આજી- 3 ડેમ તેની નિર્ધારીત સપાટીએ 100% ભરાઇ જતા આજી- 3 ડેમના કુલ 13 દરવાજા 6 ફુટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. જેથી હેઠવાસનાં પડધરી, ટંકારા, જોડીયા તેમજ ધ્રોલ તાલુકામાં આવેલ ખજુરડી, થોરિયાળી, ખીજડીયા મોટા, ખાખરા, બોડકા, જસાપર. જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી, મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના, દેડકદડ ગામ સામેલ છે.
જેતપુર તાલુકામાં આવેલ જેપુર ગામનો છાપરાવાડી – 2 તેની નિર્ધારીત સપાટીથી 70% વધુ ભરાઇ જતા દરવાજા ગમે ત્યારે ખોલી દેવામાં આવશે જેને ધ્યાનમાં લઈ છાપરાવાડી- ૨ ડેમના હેઠવાસનાં લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, રબારીકા ગામ સામેલ છે.
ન્યારી-1 ડેમના 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા:
ઉપલેટા તાલુકામાં આવેલ ગઘેથડ ગામનો વેણુ-2 ડેમ તેની નિર્ધારીત સપાટીએ 100% ભરાઇ જતા વેણુ-2 ડેમના કુલ 14 દરવાજા 15 ફુટ સુધી ખોલી દેવામાં આવ્યા છે કે, જેથી હેઠવાસનાં ઉપલેટા તાલુકામાં આવેલ ગઘેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર તથા નીલાખા ગામનો સમાવેશ થાય છે.
રાજકોટ તાલુકામાં આવેલ વાજડી વીરડા ગામનો ન્યારી-1 ડેમ તેની નિર્ધારીત સપાટીથી 100% ભરાઈ જતા તેના 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. આની સાથે જ ન્યારી-1 ડેમના હેઠવાસમાં આવેલ રાજકોટ તાલુકાના વાજડી-વીરડા, વેજાગા, ગઢવાળી વાજડી અને લોધીકા તાલુકામાં આવેલ વડવાળી વાજડી, હરીપાર (પાળ) અને પડધરી તાલુકામાં આવેલ ખંભાળા, ન્યારા, રંગપર, તરઘડી, મોટા રંગપર ગામ સામેલ છે.
રાજકોટ અને કાલાવડ મેટોડા GIDC વચ્ચેનો હાઇવે બંધ:
રાજકોટનો ન્યારી-1 ડેમમાંથી પાણી છોડી દેવામાં આવતા વાગુદડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આની સાથે જ ન્યારી ડેમમાંથી પાણી છોડાતા હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ તથા કાલાવડ મેટોડા GIDC વચ્ચેનો હાઈ-વે બંધ કરવામાં આવ્યો છે. પુલ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.