દેવગઢ(ગુજરાત): હાલમાં પોલીસ(police) દ્વારા સતત વોચ રાખીને દારૂની હેરાફેરી થતી પકડી પાડવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા દેવગઢ(devgadh) બારિયા(Baria)ના ભથવાડા(bhathwada) ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમિયાન કારના બોનેટમાં ચોરખાનુ બનાવી લઇ જવામાં આવતો 1.22 લાખ ઉપરાંતના દારૂ સાથે વડોદરા(vadodara)ના ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. કુલ 1,73,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પીપલોદ(piplod) પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, દાહોદ એસ.પી. હિતેશ જોયસર અને લીમખેડા ડીવાયએસપી ડો. કાનન દેસાઇની સુચના અને માર્ગદર્શનમાં પીપલોદ પોલીસ મથકના PSI જે.એલ.પટેલને લીમખેડા તરફથી કારમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરી લઇ ગોધરા તરફ જઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પી.એસ.આઇ. સહિતનો પોલીસ સ્ટાફ ભથવાડા ટોલનાકે વોચમાં હતા.
આ દરમિયાન, બાતમીમાં દર્શાવેલી ગાડી આવતાં તેના ડ્રાઇવર વડોદરાના બાજવાના મોહનસિંહ રણવિરસિંહ શેકાવતને નીચે ઉતારી ગાડીમાં તલાસી લેતાં પાછળના ભાગની ડીકીમાં તથા આગળના બોનેટના ભાગે ચોરખાનું બનાવી સંતાડી મુકી લઇ જવામાં આવતો દારૂ તથા બિયરની કાચની બોટલો તથા દારૂની પ્લાસ્ટીકની કુલ 118 બોટલો જેની 1,22,730ની કિંમતની મળી આવી હતી. આ ઉપરાંત જથ્થો, એક મોબાઇલ તથા 50 હજારની ગાડી મળી કુલ 1,73,730 રૂપિયાના મુદ્દામાલ સહિત ડ્રાઇવરની ધરપકડ કરી પીપલોદ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.