રામાયણમાં આવતી રાવણની બેન સુરપંખા આજે દેખાય છે કઈક આવી- તસ્વીરો જોઇને યુવાનો થયા ગાંડા-ઘેલા

ઘણી પૌરાણિક કથાઓ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જાણવામાં આવી છે. તેમાંથી એક રામાયણ છે. હાલમાં જ લોકડાઉનના સમયમાં સુપરહિટ ધાર્મિક સીરિયલ ‘રામાયણ’ (Ramayana) દૂરદર્શન પર શરુ કરવામાં આવી હતી.

તેમાંથી એક પાત્ર સુરપંખાનું પણ હોય છે. હાલમાં તે કેવી દેખાય છે તેની કેટલીક તસ્વીરો આજે અમે તમને બતાવી રહ્યા છીએ, તો ચાલો તમને આજે તેના વિષે જણાવીએ.

રામાયણ સીરીયલમાં સુરપંખાનું (Surpanakha) પાત્ર ભજવનાર મહિલાનું નામ રેણુ ધારીવાલ (Renu Dhariwal) હતું. 2018 માં એક ઇન્ટરવ્યુમાં રેણુ ખાનોલકરે જણાવ્યું હતું કે, સુરપંખા તરીકે રામાનંદ સાગરએ તેમણે કેમ સિલેકશન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, 20 વર્ષની ઉંમરે તે અભિનયના સ્વપ્ન સાથે મુંબઈ આવવા માટે રવાના થઇ હતી.

રેણુ ધારીવાલે લગ્ન બાદ અટક ખાનોલકર લીધી હતી. આ વિશે રેણુ ધારીવાલે તેના પિતાને પણ કહ્યું ન હતું. મુંબઈ આવ્યા પછી તે અભિનયના વર્ગમા જોડાયા હતા. ત્યારબાદ રેણુ ખાનોલકરે થિયેટરની દુનિયામાં પહેલી વાર પગ મૂક્યો હતો.

વધુમાં રેણુએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને ‘પુરુષ’ નામના નાટકમાં જોઈને રામાનંદ સાગર ખૂબ પ્રભાવિત થયા હતા. તેણે તાત્કાલિક તેને સુર્પણખાનું પાત્ર ભજવવા માટે બોલાવ્યા હતા.

90 ના દાયકામાં, રામાનંદ સાગરની “રામાયણ” આવી હતી, જે ટીવી પર પ્રસારિત થનારી આ પહેલી રામાયણ હતી.

જેમાં કામ કરનાર તમામ કલાકારો તેમના પાત્રોથી ખૂબ પ્રખ્યાત થવા લાગ્યા હતા. આ દરમિયાન આ પાત્ર ભજવનારી અભિનેત્રીએ તેને સ્ક્રીન પર એટલી સારી રીતે ભૂમિકા ભજવી હતી કે, તે આ પાત્રથી ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *