સોપારી કાપવાની સુડીથી ગળુ કાપીને રાજકોટના નવયુવાને કર્યો આપઘાત- પરિવાર પર છવાયા દુઃખનાં વાદળો

રાજકોટ (ગુજરાત): રાજકોટ શહેર (Rajkot City) માં આવેલ પુનિત નગર (Punit Nagar) નજીકની નંદનવન સોસાયટી (Nandanvan Society) મા રહેતા આહિર યુવાને આપઘાત (Suicide) કરીને પોતાનુ જીવન ટુંકાવી લીધું હોવાનુ સામે આવી રહ્યું છે. શહેરમા પાનના ધંધા સાથે સંકળાયેલ અજય આહિર નામના યુવાને કોઈ કારણોસર પોતાના ઘરમ પડેલ સોપારી કાંપવાની સુડીથી ગળુ કાંપી પોતાનુ જીવન ટુંકાવી લીધું છે.

આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે આવેલી 108 ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલ કર્મીઓ તથા અધિકારી દ્વારા યુવાનને મૃત જાહેર કરી દેવાયો હતો.

ઘટનાસ્થળે પહોંચેલ પોલીસ દ્વારા જરુરી પંચનામાની કાર્યવાહી પુર્ણ કર્યા પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યો હતો. પોલીસ દ્વારા પુછપરછમા પરિવારજનોએ કહ્યું હતુ કે, અજય આહિર પોતાના રુમમા હતો ત્યારે તેને બોલાવવા માટે તેના ભાભી ગયા હતા.

આ દરમિયાન દરવાજો ન ખોલતા ભાભીએ  પોતાના પતિ કમલેશને ફોન કરી ઘરે બોલાવી લીધા હતા. ત્યારપછી રુમનો દરવાજો ન ખોલતા દરવાજો તોડીને પરિવારજનો રુમમા પ્રવેશતા સામે આપઘાત કરેલ હાલતમા અજયનો મૃતદેહ મળી આવ્યો હતો.

રાજકોટ તાલુકા પોલીસે એડિ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસમાં અજય આહીર ના આત્મહત્યા અંગે શું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

આની સાથે જ આપને જણાવી દઈએ કે, આપઘાત કરનાર અજય મૂળ માણાવદરના મટીયાણા ગામનો રહેવાસી છે તેમજ જે રાજકોટ શહેરમાં પોતાના મોટા ભાઈના ઘરે રહેતો હતો જયારે પાનની દુકાન ચલાવીને આર્થિક ગુજરાન ચલાવી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *