રાજકોટ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. તે દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેવામાં ફરી એક વાર જસદણ-વિછીયા રોડ(Jasdan-Vichhiya Road) પર આઈસર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ વેગે આવી રહેલા આઈસરની બાજુમાંથી એક કાર પસાર થઇ રહી હતી. તે દરમિયાન સમયસર આઈસર ચાલકે બ્રેક મારી લેતા આઈસર(Eiser) પલટી મારી ગયું હતું. સદનસીબે બાજુમાથી પસાર થતી કાર આઈસરથી થોડે દૂર હોવાથી તેને કોઈ નુકસાન થયું ન હતું. જેને કારણે અકસ્માત થતા અટકી ગયો હતો.
આ સમગ્ર ઘટનાના CCTV માં કેદ થઇ ગઈ હતી. હજુ 24 કલાક પહેલા વીંછીયાના લાલાવદર ગામ નજીક કપાસ ભરેલું આઈસર અચાનક જ પલટી ખાઈ જતા ડ્રાઈવર સહિત ત્રણ લોકોને ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. ત્યારે ફરી એક વાર માર્ગ અકસ્માત થતા અટક્યો હતો.
નોંધનીય છે કે, જસદણ-વીંછીયા રોડ પર અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે. કારણ કે, જસદણ-વીંછીયા રોડ લિસ્સો હોવાથી અકસ્માતોની ઘટનાઓ અવરનવાર બનતી હોય છે તેવું વાહનચાલકોનું માનવું છે. ચાર દિવસ પહેલા પણ બે વાહનો જસદણ અને વીંછીયા વચ્ચે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. એકબાજુ વરસાદનું વાતાવરણ હોય અને રોડ લિસ્સો હોવાથી વાહનોના પૈડાં સ્લીપ થવાથી ડ્રાઈવરો પોતાના વાહનો પરથી કાબુ ગુમાવી દે છે. તેથી અવારનવાર વાહનો પલટી ખાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
તેમ છતાં તંત્ર કોઈ વાહનચાલકનો કે અન્યનો ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. તેને કારણે આ રોડના જવાબદારો દ્વારા વહેલી તકે વાહનો સ્લીપ થવાની સમસ્યાને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકો માંગણી ઉઠવા રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.