ગુજરાત: જગપ્રસિધ્ધ (World Famous) યાત્રાધામ અંબાજી (Temple) માં મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમ પછી ભંડારાની ગણતરી કરતા છેલ્લા 2 વર્ષમાં ભાવી ભક્તોએ માતાજીને ચઢાવેલ આવેલ પૂજાપાની ચાંદી (Silver) નકલી હોવાનું સામે આવી રહ્યું છે. જેને ટ્રસ્ટ દ્વારા હવે ખોટી ખાખર તરીકે ગણીને તેની હરાજી દ્વારા નિકાલ કરવામાં આવશે.
પ્રસાદીના સ્ટોર પરથી ચાંદીના છત્રો લેતા હોય છે:
યાત્રાધામ અંબાજીમાં સેકંડો શ્રદ્ધાળુઓ અંબા માતાના દર્શન તેમજ અનેકવિધ માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે ત્યારે અહીં આવતા માઇ ભક્તો સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી લઈને યંત્રો,નેત્ર, માતાજીના પગલા ખરીદીને માતાજીના ભંડારમાં અર્પણ કરતા હોય છે. મા અંબાની સન્મુખ રાખેલ દાનપેટીમાં ચાંદીના છત્ર ભંડારમાં જમા થાય છે કે, જે હાલમાં નકલી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે.
નિકાલની વ્યવસ્થા થશે:
શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના એકાઉન્ટ વિભાગના સવજીભાઈ પ્રજાપતિ જણાવે છે કે, વર્ષ 2020 માં મંદિર મહામારીને લઇ મોટાભાગે બંધ રહ્યું હતું. જેને બાદ કરતા ભંડાર ગણતરીમાં વર્ષ 2019-’20 માં 273 કીગ્રા તથા વર્ષ 2021 માં 113 કીગ્રા ખોટી ચાંદીનો પૂજાપો ભેગો થયો છે.
સોનીની પાસે દર વર્ષ દરમિયાન આ જથ્થો ચેક કરાવવામાં આવતો હોય છે ત્યારે એમાં સમાવેશ આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થાને ખોટી ખાખર તરીકે મૂલવીને તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે એવું ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
આ મંદિર પાલનપુરથી 65 કિમી દૂર, માઉન્ટ આબુથી 45 કિમી દુર, અબુ રોડથી 20 કિમી દુર, રાજસ્થાન સરહદની પાસે કાદીયડ્રાથી 50 કિમીના અંતરે આવેલ છે. આ મંદિર સેકંડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં ભક્તો દાનની સરવાણી વહાવતા હોય છે.
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ રહેલી છે જેથી આ દિશામાં હાલમાં કામગીરી ચાલી રહી છે. સેકંડો ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે ત્યારે અંબાજી માતાના એક ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત અંદાજે 24,50,000 રૂપિયા આંકી શકાય છે. અંબા માતાનો આ ભક્ત બીજું કોઈ નહીં પણ વર્ષોથી દાતાર રહેલ નવનીત શાહ છે કે, જેઓ દર વર્ષે અંબા માતાના ચરણોમાં સોનાની ભેટ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.