એક દિવસની કલેકટર બન્યા બાદ કેન્સરગ્રસ્ત દીકરીની આ ઇચ્છા સુપ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કરે પૂરી કરી- જાણીને તમે પણ કહેશો વાહ!

ગુજરાત: અમદાવાદ (Ahmedabad) આવેલ સરગાસણ (Sargasana) વિસ્તાર (Area) માં રહેતી ફ્લોરા (Flora) ની કલેકટર (Collector) બનવાની ઈચ્છાની સાથોસાથ તેને સુપ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કરના ગીતો સાંભળવાનો…

ગુજરાત: અમદાવાદ (Ahmedabad) આવેલ સરગાસણ (Sargasana) વિસ્તાર (Area) માં રહેતી ફ્લોરા (Flora) ની કલેકટર (Collector) બનવાની ઈચ્છાની સાથોસાથ તેને સુપ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કરના ગીતો સાંભળવાનો પણ ખુબ શોખ હતો. રેડિયો અથવા તો ટીવીમાં નેહા કક્કરના ગીતો સાંભળતા જ ફલોરા ઝૂમી ઉઠતી હતી.

ફલોરાની માતા સોનલ બેન આસોડીયા જણાવે છે કે, આજે મારી દીકરીની વર્ષગાંઠ છે તેમજ મને સદાય એવું કહેતી કે, નેહા કક્કર મને બર્થ ડે વિશ કરે તો મને ખૂબ ગમે. મારી દીકરી જ્યારે એક દિવસ માટે કલેક્ટર બની ત્યારે જ આ વાતને જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી તેમજ તેમણે મને ખાતરી આપી કે, આજના જન્મદિવસે નેહા કક્કર તેને બર્થ ડે વિશ કરે તે માટે શક્ય એટલા પ્રયાસ કરીશ.

આજે જયારે નેહા કક્કડનો ફ્લોરાને બર્થ ડે વિશ કરતો વીડિયો અમને મળ્યો છે ત્યારે આ વીડિયો જોતા જ ફ્લોરાના ચહેરા પર એક અજીબ પ્રકારનું નૂર દેખાયું છે એટલે અમારા માટે આ એક વધારાની ખુશી છે. આની સાથે જ તેઓ જણાવે છે કે, મારી દિકરી ફ્લોરા ઘોરણ 7 માં અભ્યાસ કરી રહી છે. 

ફ્લોરાને એક દિવસ માટે કલેક્ટર બનવાની ઈચ્છા અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ પૂરી કરી છે પણ આ જ વહીવટી તંત્રની પહેલને લીધે ફ્લોરાની બીજી ઈચ્છા પણ આજે પૂરી થઈ છે ત્યારે સમગ્ર પરિવાર આજે ખુબ ખુશ છે.  આ શબ્દો ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના છે.

ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને જાણ કરી ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા રાખીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિગર તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી લીધી હતી.

ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બનીને જિલ્લા કલેકટરની ખુરશીમાં બિરાજમાન પણ થઈ હતી. જિલ્લા કલેકટર સંદીપ સાંગલે જણાવે છે કે, દીકરી ફ્લોરા જ્યારે એક દિવસ કલેક્ટર બનીને અમારી ઓફિસે આવી ત્યારે જ તેની આ ઈચ્છાની પણ તેના પરિવાર પાસેથી અમને જાણવા મળી હતી. ત્યારે જ અમે પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કરનો સંપર્ક કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.

અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા જણાવે છે કે, ‘ ફલોરાની આ ઈચ્છા અંગે જિલ્લા કલેકટર દ્વારા અમને સૂચના અપાઈ હતી અને મેં પોતે નેહા કક્કરના પિતા જયનારાયણ કક્કરનો સંપર્ક કર્યો હતો. ફલોરાની બીમારી અંગે તેમને વાત કરતાં જ જયનારાયણ કકકરે એવી ખાતરી આપી હતી કે, અમદાવાદની દીકરી માટે મારી દીકરી નેહા પણ તેની ઇચ્છા પૂર્ણ કરશે.

આ વાતની જાણ થતાની સાથે જ ફલોરાને બર્થડે વીશ કરતો વીડીયો નેહા કક્કરે અમને તરત જ મોકલી આપ્યો હતો. આ વીડિયો ફલોરાના પરિવારને મોકલી આપવામાં આવ્યો હતો. આ વીડિયો જોઈને ફ્લોરા ખુબ ખુશ થઈ છે તેવા સમાચાર મળતા જ અમારામાં પણ ખુશી વ્યાપી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *