સુરત(ગુજરાત): સુરતમાં એક માત્ર ફરવા લાયક સ્થળમાં ડુમસ બીચ(Dumas Beach) છે. કોરોનાના કેસો કાબુમાં આવ્યા પછી આ બીચ પર લોકોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેથી સુરતના ડુમ્મસ બીચ(Dummus Beach, Surat) પર રોજે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે જતા હોય છે. દરિયા(The sea)ની મજા માણવા માટે ઘણા લોકો પોતાની કાર છેક દરિયા સુધી લઇ જતા હોય છે.
આ દરમિયાન અવાર નવાર કાર ફસાઈ જવાના બનાવો બનતા હોય છે. ત્યારે દરિયામાં ભરતીનું પાણી ફરી વળવાને કારને આજે ફરી એક વખત આવો જ એક બનાવ ડુમ્મસ બીચ પરથી નજરે ચડ્યો છે. સહેલાણીઓને જોખમી દરિયાથી દુર રાખવા પોલીસની પીસીઆર વાન સતત રાઉન્ડ ઘી ક્લોક પેટ્રોલિંગ કરતી હોય છે. પણ લોકોને સમજાવવા ગયેલી પોલીસની પીસીઆર વાન આજે ખુદ જ એ કાદવમાં ફસાઈ જતા હાહાકાર મચી ગયો હતો.
હાલ આનો વિડીયો પણ સામે આવ્યો હતો. જેમાં તમે જોઈ શકો છો કે, એક પોલીસની પીસીઆર વાન કાદવમાં ભાસાઈ ગઈ હતી. ત્યારે આસપાસના લોકો તેને બહાર કાઢવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે પોલીસની પીસીઆર વાનને બહાર કાઢવા માટે એક ટ્રેકટરની મદદ લેવામાં આવી રહી છે. ત્યારબાદ પોલીસની પીસીઆર વાનને સફળતાથી બહાર કાઢવામાં આવી હતી. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.
અત્રે ઉલેખનીય છે કે, આવો જ એક બનાવ અગાઉ પણ ડુમસનો દરિયા કિનારે બન્યો હતો. આ બનાવમાં એક પ્રવાસી દ્વારા છેક દરિયા કિનારે પોતાની કાર પાર્કિંગ કરવામાં આવી હતી. જેના કારણે કારમાં આવેલા લોકો જે સમયે ઊંટ રાઈડીંગ અને બાઈકની મજા માણી રહ્યા હતા. ત્યારે દરિયામાં ભરતી આવી ગઈ હતી. જેના કારણે પહેલાં કાર દરિયાના પાણીમાં અને રેતીમાં ફસાઈ ગઈ હતી. તેથી પરિવારના લોકો તેમની કાર ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.
બીજે દિવસે જ્યારે સવારના સમયે ભરતી આવી ત્યારે બીજી વખત આખી કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. તેના કારણે લોકો પાણીમાં ગરકાવ થયેલી આ કારને જોવા માટે ઉમટી પડ્યા હતા. લોકોને એવું હતું કે, કાર તરી રહી છે. પરંતુ, ખરેખરમાં દરિયાકિનારા પર પાર્ક કરવામાં આવેલી ભરતીના કારણે કાર પાણીમાં ફસાઇ ગઇ હતી. જોકે, સદભાગ્યે આ ઘટનામાં કોઈને જાનહાની થઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.