ગુજરાત: ગાંધીના ગુજરાત(Gujarat)માં દારૂ બંધી(Prohibited alcohol) કરવામાં આવી હતી. છતાં ખુલ્લે આમ ગુજરાતમાં દારૂનું વેચાણ કરવામાં આવ્યું છે. તેવામાં રાજસ્થાન(Rajasthan)ને અડીને આવેલા ગુજરાતના દાહોદ શહેર(City of Dahod)ના ફતેપુરા નગર(Fatehpura town) સહિત તાલુકામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે પોલીસે સ્ટિંગ ઓપરેશન કરીને દુકાનદારોને ખુલ્લે આમ દારૂનું વેચાણ કરતા બુટલેગર(Bootlegger)ની અટકાયત કરવામાં આવી હતી.
એટલું જ નહીં પરંતુ બુટલેગરોને જાણે પોલીસનો કોઇ ડર જ નથી તેવું લાગી રહ્યું છે. લોકોમાં ચર્ચા છે કે, આ રીતે દારૂનું વેચાણ કાં તો પોલીસની નજર હેઠળ થઇ રહ્યું હોવું જોઇએ અથવા તો પોલીસ તેમના વિસ્તારમાં ચાલી રહેલા આવા નશીલા દ્રવ્યના વેપલાથી અજાણ છે અને ઉંઘમાં છે.
બુટલેગરોએ જણાવ્યું હતું કે, જેને જે જોઇએ તે બ્રાન્ડના દારૂની પેટી તમને મળશે. પોલીસની કોઇ સમસ્યા પણ નથી. કરિયાણાની દુકાનો, ઘરોમાં બિન્ધાસ્ત દારૂનું વેચાણ કરવામાં આવે છે. પીપલારા રોડ, ઘુઘસ રોડ, મેઇન બજાર, તળાવ નજીક અને કરોડિયા મેઇન રોડ સહીત 13 સ્થળેથી વિદેશી દારૂનું વેચાણ કરતા જોવા મળ્યા હતા. વડવાસ, મોટીરેલ, બલૈયા સહિતના ગામોમાં પણ આવી જ રીતે દારૂનું વેચાણ કરવામાં આવે છે. કેટલાંક તો બેસીને દારૂ પીવાની વ્યવસ્થા પણ પૂરી પડે છે. સાથે સાથે ખાણી-પીણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજસ્થાન ફતેપુરા તાલુકાથી ગણતરીના થોડાક જ કિમી દુર આ જગ્યા આવેલ છે. રાજસ્થાનમાંથી દારૂ લાવીને ગુજરાતમાં તેનું વેચાણ કરીને તગડો નફો કરતા લોકો પોલીસની નજર હેઠળ અંતરિયાળ રસ્તાથી ખેપ મારીને દારૂનો સ્ટોક કરી લેતા હોય છે. કેટલાંક બનાવ પોલીસની નજર સમક્ષ હોવાનું પણ જાણવા મળ્યું છે. છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.