કોરોના બાદ આ બીમારીએ મચાવ્યો હડકંપ: હોસ્પિટલના ખાટલા દર્દીઓથી થયા ભર’પૂર’

સુરત(ગુજરાત): ભારે વરસાદની આગાહી આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ અને સૌરાષ્ટ્ર(South and Saurashtra)ના વિસ્તારોમાં કરવામાં આવી છે. ત્યારે જ સુરત(Surat)ના ઓલપાડ(Olpad)નાં ગ્રામીણ વિસ્તારમાં રોગચાળો ફાટી…

સુરત(ગુજરાત): ભારે વરસાદની આગાહી આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ અને સૌરાષ્ટ્ર(South and Saurashtra)ના વિસ્તારોમાં કરવામાં આવી છે. ત્યારે જ સુરત(Surat)ના ઓલપાડ(Olpad)નાં ગ્રામીણ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. પાણીજન્ય રોગચાળાના પરિણામે એક જ દિવસમાં 100 જેટલા ઝાડા-ઉલટીનાં કેસ બનાવો નજરે ચડ્યા છે.

સાયણ ગામના આદર્શનગર વિભાગ-1,2,3માં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને કારણે આરોગ્ય વિભાગની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્રારા સ્થળ પર જ OPD હાથ ધરવામાં આવ્યું છે. અને આશાવર્કર બહેનો દ્વારા ડોર ટૂ ડોર તપાસ શરુ કરવામાં આવી છે. એટલું જ નહીં, પંચાયત દ્વારા સાફસફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હજુ પણ એક સપ્તાહ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે, સુરત જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીજન્ય-મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા જરૂરી પગલાઓ લેવા મહાવના બની ગયા છે. સાયણમાં ઝાડા-ઉલટી સાથે તાવનો કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આને કારણે આરોગ્ય ખાતું અનેક પગલાં લઇને રાહત આપવા માટેના પ્રયાસ કરતી જોવા મળે છે.

આ ઉપરાંત, બનાસકાંઠા જિલ્લામાં પાણીજન્ય રોગચાળો જોવા મળ્યો છે. તેમજ પાલનપુર, ડીસામાં ડેન્ગ્યુના કેસો સતત વધી રહ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર પણ સ્થિતિની ગંભીરતાને જોઈને હરકતમાં આવ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારો, સરકારી ઓફિસો, કોમર્શિયલ સહિત તમામ જગ્યાએ સર્વે કરવાની કામગીરી શરુ કરી છે. તાથા આ અંગે બેદરકારી દાખવનારને નોટિસ પણ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા આ કામગીરી કરવા માટે રેકટર કંટ્રોલ મેમ્બરની પણ કરાર આધારિત ભરતી કરી છે.

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારો ખાસ કરીને આદિવાસી અને પછાત વિસ્તારોમાં વધારે રોગચાળો જોવા મળ્યો છે. હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ જે રીતે ભાદરવાનો તડકો પડશે ત્યારે નવરાત્રી-દીપાવલી જેવા તહેવારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે સ્થાનિક આરોગ્ય વિભાગે, અત્યારથી જ કામગીરી શરુ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *