ગુજરાત(Gujarat): ગુલાબ વાવાઝોડા(Gulab storm)ને કારણે ગુજરાત પર તેની અત્યંત ભારે અસર થવાની શરુ થઇ ગઈ છે. આગામી 29 તારીખ અને 30 તારીખના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ(Heavy rain) ખાબકશે. કારણ કે, ગુલાબ વાવાઝોડાને કારણે રાજ્યમાં હવે શિયર ઝોન સક્રિય થયું છે. હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી મુજબ રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવિ છે. આજે બપોરના 12 વાગ્યા સુધીમાં કુલ 80 તાલુકામાં સારો વરસાદ જોવા મળ્યો છે. જેમા સૌથી વધારે વરસાદ મહેસાણમાં 3.5 ઈંચ, બેચરાજીમાં 2.5 ઈંચ, કડીમાં 2.5, પોશીનામાં 2.5, વિસનગરમાં 2, ખેરાલુમાં 2, લખતરામાં 2 , હળવદમાં 1.5 ઈંચ અને રાજુલા સાથે વિરમ ગામમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદને કારણે 1 વ્યકિતનું થયું મોત:
અમદાવાદ શહેરમાં પણ આજે ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે સરખેજના વણઝરવાસ પાસે આવેલ ગરનાળામાં એક યુવક ડૂબી જતા તેનું મોત નિપજ્યું છે. અતિ ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના અન્ડરગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. જે યુવક પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. યુવકના મૃતદેહને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.
અમે તમને જણાવી દઈએ કે, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જે ગુલાબ વાવાઝોડું ટકરાયું છે તેની ભારે અસર ગુજરાતના દરિયા કિનારે પણ જોવા મળશે. ગુલાબ વાવાઝોડાને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમા ગુજરાતને ક્રોસ કર્યા બાદ ગુલાબ વાવાઝોડું ફરી સક્રીય થશે. જેના કારણે રાજ્યમાં 29-30 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દક્ષીણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે અને તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.
આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ:
બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં અતિભારે વરસાદ પડશે. ગુજરાત પર એક શિયર ઝોન સર્જાયું જેને લીધે રાજ્યમાં ભારે વરસાદ રહેશે.
મહેસાણા જિલ્લાના અનેક પંથકમાં ભારે વરસાદ:
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા અનુસાર સોમવારે સવારથી બપોરના 12 વાગ્યા સુધી મહેસાણા જિલ્લાના ખુબ જ સારો વરસાદ પડ્યો છે. મહેસાણા શહેરમાં 12 વાગ્યા સુધી 82 મીમી, બેચરાજીમાં 63 મીમી, કડીમાં 61 મીમી, વિસનગરમાં 48 મીમી, ખેરાલુમાં 45 મીમી, ઉંઝામાં 26 મીમી, વડનગરમાં 25 મીમી, સતલાસણમાં 21 મીમી વરસાદ પડ્યો છે. 12 વાગ્યા સુધી ગુજરાત રાજ્યના 16 એવા તાલુકા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.