ગુજરાતનું યુવાધન ડ્રગ્સનાં રવાડે- છેલ્લા 5 મહિનામાં એટલું ડ્રગ્સ ઝડપાયું કે, આંકડો જાણીને શરમથી માથું ઝુકી જશે

બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જીલ્લા (district)માં છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ (Drugs)ની હેરાફેરીમાં સતત વધારો થઈ રહ્યો છે કે, જેને નાથવા માટે જિલ્લા પોલીસ (District Police) પણ…

બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જીલ્લા (district)માં છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ (Drugs)ની હેરાફેરીમાં સતત વધારો થઈ રહ્યો છે કે, જેને નાથવા માટે જિલ્લા પોલીસ (District Police) પણ સક્રિય થતા આજે પાલનપુર (Palanpur) માંથી બે પરપ્રાંતીય શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયા હતા. પોલીસ દ્વારા 260 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 2 લોકોની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે.

પાલનપુરમાંથી પસાર થતી બસમાંથી 2 રાજસ્થાની શખ્સ ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાયા હતા. બનાસકાંઠા જિલ્લા SOG તથા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને જાણ થતા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એરોમા સર્કલ નજીક અમદાવાદથી રાજસ્થાન બાજુ જતી બસને થોભાવી હતી.

જેમાં તપાસ કરતા ડ્રગ્સના જથ્થાની સાથે 2 રાજસ્થાની પકડાયા હતા. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરતા આ બંને શખ્સોની પાસેથી 260 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો કે, જેને લીધે પોલીસ દ્વારા 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલની સાથે બંને શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

અહીં નોંધનીય છે કે, સમગ્ર જિલ્લામાં છેલ્લા 1 જ વર્ષમાં 8 મી વાર  ડ્રગ્સની હેરાફેરી થતી પકડાઈ છે ત્યારે અઠવાડિયા પહેલા જ ડીસામાંથી પણ મેફેડ્રોન, સ્મેક તથા ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. દેશના યુવાધનને બરબાદ કરવા ચાલી રહેલા ષડયંત્રને અટકાવવા પોલીસ પણ કમર કસી રહી છે.

ફક્ત 5 મહિનામાં રાજ્યમાં 24,800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું:
હાલમાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત રહેલો છે ત્યારે આ મામલે કૉંગ્રેસે સરકાર પર આક્ષેપ મુક્યા છે. કૉંગ્રેસનું જણાવવું છે કે, ડ્રગ્સ મામલે તાલિબાન જોડાણ હોવા છતાં સરકાર કોઈ કામગારી નથી કરી રહી. રાજ્યમાં છેલ્લા ફક્ત 5 મહિનામાં 24,800 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. 21 એપ્રિલે અરબી સમુદ્રમાંથી 150 કરોડનું ડ્રગ્સ, 17 જુલાઈએ પોરબંદર પાસેથી 3,500 કરોડનું ડ્રગ્સતેમજ હાલમાં જ 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *