અમરેલી(ગુજરાત): હાલમાં રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ ઠેકાણે-ઠેકાણે ભારે પવન સાથે વરસાદ(Rain) વરસી રહ્યો છે. ત્યારે આજે સોમવારે અમરેલી(Amreli) જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હોવાનું સામે આવ્યું છે. અમરેલીના રાજુલા(Rajula)માં સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીમાં 116 મીમી એટલે કે સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જિલ્લાના રાજુલામાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. વરસાદના પગલે કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા(The low-lying area was flooded) છે. આ ઉપરાંત, મુખ્ય બજારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રહીશો તેમજ વેપારીઓ પણ પરેશાન થયા હતા.
જાણવા મળ્યું છે કે, રાજુલાના હિંડોરણા, છતડીયા, કડીયાળી, ખાખબાઈ, મોટા આગરીયા, નવા આગરીયા, જાપોદર સહિત આસપાસના કેટલાક ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. જોકે, સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હાલ કપાસ, બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ ખેડૂતોને વધુ વરસાદની જરૂર ન હોવા છતા સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કરાણે મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભયનો માહોલ છે.
અમરેલીના રાજુલામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા, રૂપેણી નદીમાં ઘોડાપૂર #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate #viralvideo pic.twitter.com/O9NARO16uQ
— Trishul News (@TrishulNews) September 28, 2021
આ ઉપરાંત, જિલ્લાના લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને પગલે મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા. તેમજ શેખપિરિયા, પ્રતાપગઢ, અકાળા, રામપર, તાજપર સહિત મોટાભાગના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈ અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડવાના કારણે બાબરા માર્કેટીંગ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યા સુધી રજા જાહેર કરવામાં આવી છે. હાલ, પુરતી ખેત જણસોની આવક બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ખેડૂતોને પણ માલ લઈને ન આવવા અપીલ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલમા મુશળધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રૂપેણી નદીમાં પુર આવ્યું છે. જેના કારણે ગામ વચ્ચે અવર-જવરના કોઝવે પરથી પાણી જઈ રહ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. જાફરાબાદના ટીંબીમાં પણ 3 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
અમરેલીના રાજુલા તાલુકામાં અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ધાતરવડી ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જેના કારણે ડેમના 2 દરવાજા 4 ફૂટ ખોલવામા આવ્યા છે. નીચાણમાં આવતા 10 ગામોને નદીના પટ વિસ્તારમાં ના જવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.