રાજકોટમાં ભારે વરસાદના કારણે નાલાના ધસમસતા પ્રવાહમાં સાયકલ સાથે તણાયો યુવક, જુઓ વિડીયો

રાજકોટ(ગુજરાત): રાજકોટ(Rajkot)માં આજે બપોરે ભારે વરસાદ પડયો હતો. જેને કારણે રસ્તાઓ નદીમાં ફરી વળ્યા હતા અને નાલા પાણીમાં ગરકાવ ગયા હતા. જોકે, રાજકોટ શહેરનું સૌથી વધારે જોખમી નાલુ હોય તો તે પોપટપરાનું નાલુ(Popatpara’s canal) છે. આજે આ નાલામાં ફસાતા અને તણાતા ચાર જિંદગીને ફરીથી નવું જીવન મળ્યું છે. પહેલા સ્કૂલ બસ ફસાઇ હતી. જેમાં ડ્રાઇવર, મહિલા સહિત 3 વ્યક્તિ સવાર હતા. જેને સ્થાનિક યુવાનો દ્રારા બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક યુવાન પાણીના ધસમસતા પ્રવાહ(The turbulent flow of water)માં સાયકલ સાથે નાલુ પાર કરવા માટે ઉતર્યો હતો. તે દરમિયાન પાણીના પ્રચંડ પ્રવાહ(Enormous flow) સામે તે સાયકલ સાથે પડી ગયો હતો. પરંતુ આ યુવાન સામેની બાજુ માંડ માંડ જીવ બચાવીને નીકળ્યો હતો. આ ઘટનાનાં તમામ દૃશ્યો પાસે ઉભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા.

રાજકોટમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા અને ગરનાળામાં પાણી ભરતા પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે દર વખતની જેમ આજે પણ પોપટપરા નાલામાં વરસાદી પાણી ભરાયા હતા. તે દરમિયાન તેમાં એક સ્કૂલ-બસ ફસાઈ ગઈ હતી. બસમાં ડ્રાઇવર અને મહિલા સવાર હતાં, આથી સ્થાનિક યુવાનો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ બસને ધક્કો મારીને નાલામાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ પહેલા ગુરુવારે સાંજે 5.00 કલાક સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 13 મીમી વરસાદ, વેસ્ટ ઝોનમાં 11 મીમી અને ઈસ્ટ ઝોનમાં 20 મીમી વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ વરસાદ શરૂ રહેતા સાંજના 6.00 સુધીમાં અનુક્રમે 6 મીમી, 5 મીમી અને 24 મીમી વરસાદ પડ્યો હતો. આ સાથે વિસ્તારમાં સિઝનનો કુલ વરસાદ જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં 1147 મીમી, વેસ્ટ ઝોનમાં 1115 મીમી અને ઈસ્ટ ઝોનમાં 1062 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

હાલ રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, સારો વરસાદ વરસતા આજી, ન્યારી અને ભાદર ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજીડેમમાં 15 માર્ચ, 2022 સુધી ચાલે એટલો 970 MCFT પાણીનો જથ્થો, ન્યારીમાં 30 એપ્રિલ, 2022 સુધી ચાલે એટલો 1250 MCFT કરતા વધુ પાણીનો જથ્થો અને ભાદર ડેમમાં 31 જુલાઈ, 2022 સુધી ચાલે એટલો 6500 MCFT પાણીનો જથ્થો એકત્ર થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *