રાજકોટ(ગુજરાત): હવામાન વિભાગે(Department of Meteorology) ગુજરાત(Gujarat) પર આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી(Rainfall forecast) કરી છે. ત્યારે ગઈકાલ રાતથી જ રાજકોટ જિલ્લા(Rajkot District)માં ધોધમાર વરસાદ(Heavy rain) પડવાનો શરુ થયો છે. આજે જેતપુર(Jetpur)માં વાતાવરણમાં બદલાવ થતા વાવાઝોડાની અસર જોવા મળી હતી. ચક્રવાત ઊંચા આકાશેથી જમીન સાથે સંકળાયેલું હોય તેવું લાગી રહ્યું છે.
ચક્રવાતના ભારે પવનના કારણે જેતપુરમાં આવેલા 30થી 40 સાડીનાં કારખાનાંનાં પતરા હવામાં ઉડી ગયા હતા. સ્થાનિક લોકોએ આ લાઇવ દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. આ પતારાં વાગવાને કારણે ત્રણ કારીગર ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. સૌરાષ્ટ્રભરમાં ગુલાબ વાવાઝોડાની અસરને કારણે ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે.
તબાહીનાં દૃશ્યો – સાડીનાં 30થી 40 કારખાનાંનાં પતરાં કાગળની જેમ ઊડ્યાં #rain #jetpur #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate #viralvideo pic.twitter.com/AOwBLP4mUz
— Trishul News (@TrishulNews) September 30, 2021
ગુલાબ વાવાઝોડાને કારણે જેતપુરના રબારીકા રોડ પર એક ભયાનક ચક્રવાત સર્જાયો હતો. આજે એક ઝોરદાર ચક્રવાત આવતા 30 થી 40 જેટલા કારખાનાઓની છતના પતારા હવામાં કાગળ જેમ ઉંડવા લાગ્યા હતા. આમાં 3 કારીગરોને પતારા વાગ્યા હતા જેને કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
સૌરાષ્ટ્રભરમાં ગુલાબ વાવાઝોડાની અસરને કારણે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી શહેરના નદી કાંઠાના વિસ્તાર ફ્કીર વાડો, ગોંદરો અને ગોંડલ દરવાજા વિસ્તારમાં આવેલા ઘરોની અંદર પાણી ઘુસી ગયા હતાં.
ગુલાબ વાવાઝોડામાં વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી પણ કરી હતી. તેમાં આજે શહેરના રબારીકા રોડ પર ચક્રવાત એટલે કે, વંટોળીયો નજરે ચડ્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં આવેલ પાદરીયા, આતા અને સોમનાથ ઉદ્યોગ નગરમાં 30 થી 40 જેટલા કારખાનાઓની છતના પતારા હવામાં કાગળની જેમ ઉડતા જોવા મળ્યા હતા.
જયારે પતારા ઉડીને નીચે પડયા ત્યારે આનો ભોગ ત્રણ કારીગરો બન્યા હતા. આ દરમિયાન તેમને માથાના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી હતી. કારખાનાઓના પતરા ઉડી જતાં કારખાનાઓ ખુલ્લા થઈ ગયા હતા. ત્યારે જ વરસાદ પણ વરસી રહ્યો હતો. તેથી કારખાનાઓનો માલ પલળી જવાથી માલિકને ભરે નુકસાન થયું હતું.
આ પહેલા ગુરુવારે સાંજે 5.00 કલાક સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 13 મીમી વરસાદ, વેસ્ટ ઝોનમાં 11 મીમી અને ઈસ્ટ ઝોનમાં 20 મીમી વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ વરસાદ શરૂ રહેતા સાંજના 6.00 સુધીમાં અનુક્રમે 6 મીમી, 5 મીમી અને 24 મીમી વરસાદ પડ્યો હતો. આ સાથે વિસ્તારમાં સિઝનનો કુલ વરસાદ જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં 1147 મીમી, વેસ્ટ ઝોનમાં 1115 મીમી અને ઈસ્ટ ઝોનમાં 1062 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.