ગુજરાત(Gujarat): શાહીન વાવાઝોડા(shaheen cyclone live)ને કારણે સમગ્ર ગુજરાત ગભરાયેલું છે. ત્યારે શાહીન વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં ધોધમાર વરસાદ(Heavy rain) ખાબકી રહ્યો છે. સાથે જ રાજ્યના કેટલાય વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. ભારે વરસાદ પડવાને કારણે કેટલાય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વાવાઝોડાની અસર હજુ પણ દેખાઈ રહી છે અને ખુબ જ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યા છે અને એટલો જ ભારે વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની પત્રકાર પરિષદ:
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરની સાથે સાથે હવે શાહીન વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં મનોરમા મોહંતિએ રાહતનાં સમાચાર આપ્યા છે અને કહ્યું છે કે, આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે પરંતુ શાહીન વાવાઝોડાની ગુજરાતને કોઈ ખતરો નથી.
માછીમારોને દરિયો ન ખેડવા સુચન:
શાહીન વાવાઝોડાના લીધે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેના ભાગ રૂપે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપી દીધી છે. સાથે સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી:
શાહીન વાવાઝોડાની અસરને કારણે ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જયારે નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદ, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાથે જ અમદાવાદ શહેરના શહેરી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ, તેમજ સાણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે અને આવતીકાલે બે દિવસ વાવાઝોડાની અસર રહેશે અને પરમ દિવસ બાદ વાવાઝોડાની અસર ઘટી જશે.
વાવાઝોડાને લઈને સૌથી મોટા રાહતનાં સમાચાર:
હવામાન વિભાગના કહ્યા અનુસાર આવતીકાલે સૌથી વધારે પવનની ગતિ સાથે 70થી 80 કિમી પ્રતિ કલાક સુધીની રહેશે જેના પગલે આગામી ત્રણથી ચાર દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે સૌથી મોટા સમાચાર આપતા જણાવ્યું છે કે, વાવાઝોડાને લઈને ગુજરાતને કોઈ પ્રકારનો ખતરો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.