જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા આર્ટિકલ 370 પર લેવામાં આવેલા નિર્ણય બાદ પાકિસ્તાન તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે. મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાન બોખલાય ગયું હોય તેવું લાગે છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી આર્ટિકલ 370 પર કહેવામાં આવ્યું છે કે, આ આંતરરાષ્ટ્રીય વિવાદમાં એક પાર્ટી હોવાને કારણે પાકિસ્તાન આ અવૈધ ફેંસલા વિરુદ્ધ જરૂરી પગલાઓ ઉઠાવશે. પાકિસ્તાન કાશ્મીર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
જમ્મુ-કાશ્મીરને લઇને કેન્દ્ર સરકાર તરફથી સોમવારના રોજ રાજ્યસભામાં હોમ મિનિસ્ટરે મોટી જાહેરાત કરતા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
Pakistan Ministry of Foreign Affairs statement on Article 370: As the party to this international dispute, Pakistan will exercise all possible options to counter the illegal steps. Pakistan reaffirms its abiding commitment to the Kashmir cause.
— ANI (@ANI) August 5, 2019
રવિવારે ઇમરાન ખાને કહ્યું હતું કે, કાશ્મીરના લોકો માટે દુખની લાંબી રાત સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે…
ઇમરાને ગઇકાલે ટ્વીટ કરી હતી કે, LoC પાર નિર્દોષ લોકો પર ભારત તરફથી કરવામાં આવેલા હુમલાની નિંદા કરું છું. ભારતે જે રીતે ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે, તે 1983 કન્વેન્શન ઓન સર્ટેન કન્વેન્શનલ વેપન્સનું ઉલ્લંઘ કરે છે. તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અપીલ કરી કે તેઓ આંતરરાષ્ટ્રીય ખતરા માટે અને દુનિયામાં શાંતિ માટે આ તરફ ધ્યાન આપે.
I condemn India’s attack across LOC on innocent civilians & it’s use of cluster munitions in violation of int humanitarian law and it’s own commitments under the 1983 Convention on Certain Conventional Weapons. UNSC must take note of this international threat to peace & security.
— Imran Khan (@ImranKhanPTI) August 4, 2019
ઇમરાને ટ્વીટમાં લખ્યું હતું કે, કાશ્મીરના લોકો માટે દુખની લાંબી રાત સમાપ્ત કરવાનો સમય છે. UNને અપીલ કરતા ઇમરાને કહ્યું હતું કે, તે પોતાના અધિકારોનો ઉપયોગ કરે અને કાશ્મીરમાં શાંતિ બનાવી રાખવા માટે કોઇ ઠોંસ પગલા ઉઠાવે. સાઉથ એશિયામાં શાંતિ બનાવી રાખવા માટેનો એકમાત્ર રસ્તો કાશ્મીરમાં શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ સમજોતો છે.