મુંબઈ(Mumbai): બુધવારે મુંબઈના કલ્યાણ સ્ટેશન(kalyan station) પર એક મહિલા ચાલતી ટ્રેન(Ongoing train)માંથી ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન, મહિલાએ પોતાનું સંતુલન ગુમાવ્યું. પરંતુ ફરજ પરના એક કોન્સ્ટેબલ(Constable)ની નજર આ મહિલા પર ગઈ. કોન્સ્ટેબલે મહિલા ટ્રેન(Train) અને પ્લેટફોર્મ(Platform) વચ્ચે આવી જાય તે પહેલા તેને બચાવી લીધી હતી. જાણવા મળ્યું છે કે, મહિલા થાણે(Thane)ની રહેવાસી છે.
મળતી માહિતી મુજબ, કોન્સ્ટેબલ મંગેશ ત્યાં કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4/5 પર ફરજ પર હતો. આ દરમિયાન, ટ્રેન નંબર 01071 કામયાની એક્સપ્રેસ બપોરે 2:45 વાગ્યે પ્લેટફોર્મ નંબર ચાર પર આવી હતી. કામયાણી એક્સપ્રેસ પણ કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ પરથી નીકળી હતી. ટ્રેન ઉપડ્યાની થોડીક સેકંડ પછી, જ્યારે ટ્રેને ઝડપ પકડી, ત્યારે એક મહિલાએ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો.
મુંબઈના કલ્યાણ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે મહિલા પડી #trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/Bq4Zsi2AKL
— Trishul News (@TrishulNews) October 3, 2021
આ દરમિયાન, મહિલાનું સંતુલન ખોરવાઈ ગયું હતું. જે સમયસર ફરજ પર હાજર કોન્સ્ટેબલ મંગેશના ધ્યાનમાં આવ્યું હતું. ત્યારે કોન્સ્ટેબલ તરત જ મહિલા પેસેન્જરને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડતા બચાવવા દોડ્યા. કોન્સ્ટેબલે મહિલાને ટ્રેનથી દુર કરીને પ્લેટફોર્મ પર બેસાડી હતી. એવું કહેવાય છે કે, તે મહિલા ખોટી ટ્રેનમાં બેસી ગઈ હતી જેથી તે નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી.
મહિલા પેસેન્જરે તેનું નામ તુનુંગુંટલા અરુણા રેખા અને ઉંમર 62 વર્ષ હોવાનું જણાવ્યું હતું. અરુણા થાણેની રહેવાસી હોવાનું કહેવાય છે. મહિલાએ કહ્યું કે, તેને 01019 કોનાર્ક એક્સપ્રેસ દ્વારા જવાનું હતું પરંતુ તે ખોટી ટ્રેનમાં ચઢી ગઈ. જ્યારે તેને આ અંગે જાણ થઇ ત્યારે તેણે નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.