સુરતનો નરાધમ બનેવી: સગી સાળી સાથે આચર્યું દુષ્કર્મ અને સાળાની કરી નિર્મમ હત્યા

સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત(surat)ના ખટોદરા(Palsana) વિસ્તારમાં સગા સાળાનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ() દ્વારા બિહાર…

સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત(surat)ના ખટોદરા(Palsana) વિસ્તારમાં સગા સાળાનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ() દ્વારા બિહાર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ આરોપીએ અગાઉ સગી સાળી (Brother in Law Raped sister in Law in Surat) પર બળાત્કાર ગુજાર્યો હતો જે ગુનામાં લાજપોર જેલ(Lajpore Jail)માં જેલવાસ ભોગવી રહ્યો હતો.

જાણવા મળ્યું છે કે, જેલમાંથી પેરોલ રજા પર બહાર આવી આ ઘટનાનો બદલો વાળવા માત્ર અગિયાર વર્ષના સગા સાળાનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ નરાધમ જમાઈ પોલીસ ધરપકડથી બચવા બિહાર ભાગી ગયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલ ફરાર ડબલુસિંઘની ધરપકડ કરવામાં આવી છે. બનાવની માહિતી એવી છે કે, સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ પનાસ ગામ ખાતે રહેતા સંતોષ ઠાકુરના અગિયાર વર્ષીય નાના ભાઈનું 22મી જુલાઈના રોજ ઘર નજીકથી અપહરણ થયું હતું.

આ અંગે પરિવારજનો દ્વારા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, 24મી જુલાઈના રોજ બપોરના સમયે ડુમસ ખાતે આવેલ સાયલન્ટ ઝોનમાં અવાવરું જગ્યાએથી અંશની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, અંશની હત્યા તેના જ બનેવી ડબલુસિંઘ રાજપૂત દ્વારા કરવામાં આવી છે. જ્યાં ખટોદરા પોલીસે અપહરણ વિથ હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

આ ગુનામાં આરોપીની ધરપકડ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ ખટોદરા પોલીસના સતત સંપર્કમાં હતી. જોકે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળેલ બાતમીના આધારે આરોપીને બિહારના રાજ્યના બાંકા જિલ્લામાં આવેલ કઠીલ ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી લાજપોર જેલમાંથી પેરોલ રજા લઈ બહાર આવ્યો હતો. ડબલુસિંઘ પર તેની જ સાળી પર વર્ષ 2018માં બળાત્કાર ગુજારવાનો આરોપ લાગ્યો હતો. જે ગુનામાં આરોપીને સુરત કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવાma આવી હતી.

જેલવાસ ભોગવતો આરોપી ડબલુસિંઘ 22મી જુલાઈના રોજ પેરોલ રજા પર બહાર આવી પોતાની સાસરીમાં ગયો હતો. જ્યાં કેસમાં સમાધાન કરી લેવા ઘરના સભ્યો પર અવારનવાર દબાણ કરતો હતો. જેલમાંથી બહાર આવી સાસરીમાં ગયેલ ડબલુસિંઘને બળાત્કારનો ભોગ બનેલી સાળીએ પોલીસના હવાલે કરી દેવાની ધમકી આપી તેને ઘરેથી કાઢી મુક્યો હતો. બાદમાં રોષે ભરાયેલા આરોપીએ ઘર નજીક રમતા અગિયાર વર્ષીય પોતાના શાળા અંશને ડુમસ ફરવા લઈ જવાની લાલચ આપી હત્યા કરી નાખી હતી.

જાણવા મળ્યું છે કે, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી કબ્જો ખટોદરા પોલીસને સોંપવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યાં આરોપી હમણાં સુધી ક્યાં ક્યાં ફરી રહ્યો હતો અને તેણે કોને કોને મદદ કરી તેની તપાસ ખટોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આમ, સુરતમાં આ રૂંવાડા ઊભા કરી નાખતી કહાનીમાં આખરે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *