ગુજરાત: રંગીલા રાજકોટ (Rajkot) માંથી હાલમાં જ વધુ એક આપઘાત ( Suicide) નો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આપને જણાવી દઈએ કે, રાજ્ય (Gujarat) માં આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર સતત વધારો થતો જઈ રહ્યો છે જેને કારણે કેટ-કેટલાય પરિવાર નિરાધાર બની રહ્યા છે. આ ઘટનામાં ફક્ત 5 માસની દીકરીને રમાડતા-રમાડતા પિતાએ આપઘાત કરી લીધો છે.
રાજકોટ મહાનગર પાલિકાના કર્મચારીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, સૌથી વધારે કરૂણ બાબત તો એ છે કે, મૃતક 5 બહેનોનો એકનો એક ભાઈ હતો તેમજ ટ્વીન્સ દીકરીઓનો પિતા હતો.
શહેરના નવા થોરાળા વિસ્તારનાં વણકરવાસમાં રહેતા સુરેશભાઈ ખીમસુરીયા નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે વણકર વાસમાં રહેતા સુરેશભાઇ રામાભાઇ ખીમસુરીયા નામના યુવાનના ઘરે મહેમાન આવ્યા હતા.
બાદમાં આ યુવાન બપોરના સમયે બધા લોકો સાથે જમ્યો પણ હતો તથા પોતાની 5 મહિનાની દિકરીને ઘરના ઉપરના માળે રમાડવા લઈ જઉં છું એમ કહીને બાદમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. આ હચમચાવી દેતી ઘટના અંગે પાડોશીએ બારીમાંથી બાળકીને રડતી જોઈ તેમજ યુવાનને લટકતી હાલતમાં પણ જોયો હતો.
જેને લીધે પાડોશીએ સમગ્ર મામલાની જાણ યુવકના પરિવારજનોને કરી હતી. ભેગા થયેલા લોકોએ તાત્કાલિક અસરથી 108ને બોલાવી હતી. એમ્બ્યુલન્સનાં અધિકારીઓને ઘટનાની જાણ થતાંની સાથે જ તેઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પણ ઈમરજન્સી સેવા સાથે જોડાયેલા અધિકારીએ યુવાનને મૃત જાહેર કરી દીધો હતો.
બાદમાં આ સમગ્ર મામલાની જાણ થોરાડા પોલીસને થતા તાત્કાલિક અસરથી થોરાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. સાથે જ ઘટનાસ્થળ પર પહોંચીને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી યુવાનનાં મૃતદેહને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયો હતો.
આની સાથોસાથ જ પોલીસ દ્વારા પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી કે, આખરે કયા કારણોસર યુવાને આપઘાત કરવાની ફરજ પડી હતી. એકસાથે બે માસુમ દીકરીનાં પિતાએ આપઘાત કરી લેતા સમગ્ર પરિવારજનોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.