નાપાસ થાવની બીકે 11 સાયન્સમાં અભ્યાસ કરતા સુરતના વિદ્યાર્થીએ ટુંકાવ્યું જીવ

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યા(Suicide)ના બનાવો દરમિયાન એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નાપાસ થવાના ડરે સુરત(Surat)ના રાંદેર(Rander)માં રહેતા ધો.11 સાયન્સના વિદ્યાર્થીએ મોતનો રસ્તો અપનાવ્યો છે.  આ ઉપરાંત, કેન્દ્રીય વિદ્યાલય(Kendriya Vidyalaya)માં ભણતા વિદ્યાર્થીએ સ્યૂસાઈડ પહેલા લખ્યુ કે, તે ભણવા માટે સતત ટેન્શન(Tension)માં રહેતો હતો. તેના રૂમમાંથી તેનો ફાંસો ખાધેલો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, રાંદેરના ઉગત રોડ પર શ્રીજી નગરી સોસાયટી આવેલી છે. જેમાં મૂળ બિહારના રણજીત વર્માનો પરિવાર રહે છે. તેઓ સુરતના પીએફ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમનો દીકરો રિતેશ વર્મા સુરતની કેન્દ્રીય વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

મંગળવારે બપોરના સમયે તે પોતાના રૂમમાં વાંચવા ગયો હતો. બાદમાં લાંબો સમય રૂમમાંથી તે બહાર આવ્યો ન હતો. તેના પિતા તેને જમવા માટે બોલાવવા ગયા ત્યારે તેનો દરવાજો અંદરથી બંધ હતો. તેણે દરવાજો ખોલ્યો ન હતો. તેથી પિતાએ દરવાજો તોડીને જોતા ફાંસો ખાધેલા હાલતમાં મળી આવ્યો હતો. આ જોઈ તેના માતાપિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

સ્યૂસાઈડ નોટ મળી 
જાણવા મળ્યું છે કે, પોલીસ તપાસમાં રિતેશ પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યુ હતું કે, તેને ભણવા બાબતે સતત ટેન્શન રહે છે. તેને નાપાસ થવાનો ડર લાગ્યા કરે છે. જો તે નાપાસ થશે તો તેની મહેનત પર પાણી ફરી વળશે જેથી તેણે આપઘાતનું પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *