‘હું સ્યુસાઈડ કરૂ છું’ એવો વીડિયો ફેસબુક પર શેર કરી દ્વારકાના યુવકે ઝેરી દવા પીધી

દ્વારકા(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યા(Suicide)ના બનાવો દરમિયાન ફરીવાર દેવભૂમિ દ્વારકા(Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા(Khambhaliya)માં રહેતા એક યુવાને “હુ સ્યુસાઇડ કરૂ છુ” એવો વિડીયો ફેસબુક(Facebook) પર…

દ્વારકા(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યા(Suicide)ના બનાવો દરમિયાન ફરીવાર દેવભૂમિ દ્વારકા(Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા(Khambhaliya)માં રહેતા એક યુવાને “હુ સ્યુસાઇડ કરૂ છુ” એવો વિડીયો ફેસબુક(Facebook) પર શેર કરી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ભોગગ્રસ્તે કથિત વિડીયો(Video)માં એક પોલીસ કર્મીએ તા.13ના રોજ ઘરેથી ઉપાડી જઇ પોલીસ ચોકી લઇ જઇ અસહ્ય માર માર્યાનો આક્ષેપ પણ કર્યો હતો.

આ બનાવના પગલે પોલીસ બેડામાં દોડધામ સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જાણવા મળ્યું છે કે, ખંભાળીયામાં સ્ટેશન રોડ ઉપરના વિસ્તારમાં રહેતા યુવાન ધર્મેશ તન્ના નામના યુવાને તા.13-07-21ના રોજ એક પોલીસ કર્મી દ્વારા તેને ઘરેથી ઉપાડી જઈ નગરનાકે પોલીસ ચોકી લઈ જઈ અસહ્ય ઢોર માર મારીને તું દિવથી દારૂ કેટલો લઈ આવેલ તેમ કહી માર માર્યાનો આક્ષેપ કરતો વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો.

ત્યારબાદ યુવાને બુધવારે સવારે ઝેરી દવા ગટગટાવી લેતા પ્રાથમિક સારવાર માટે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ભોગ બનનાર યુવાનને જામનગર ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, આ બનાવમાં ઝેરી દવા પિતા પહેલા યુવાને ફેસબુક ઉપર સુસાઇડ કરી રહ્યાનું વિડીયો મુક્યો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ સમગ્ર મામલો ટોફ ઓફ ધ ટાઉન બન્યો છે.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ચારેક દિવસ પહેલા કોલવાના એક યુવાને પણ જમીનમાં પોલીસને સાથે રાખી બળજબરી પૂર્વક વીજપોલ ઊભા કરવા ખાનગી કંપની દ્વારા ત્રાસના હિસાબે પણ યુવાને ઝેરી દવા પીધી હોવાનો બનાવ બહાર આવ્યો હતો. જેમાં બુધવારે ફરી એક યુવાને જે.પી.જાડેજા નામના પોલીસ કર્મીના ત્રાસથી દવા પિવુ છું. તેઓ વિડીયો સોશિયલ મીડિયામાં લાઈવ કરી ઝેરના પારખા કરતા હાલ પોલીસ બેડામાં ભારે ભાગદોડ સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *