નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ, નેતાઓ માટે નહિ?- ભાજપની જન આશીર્વાદ યાત્રામાં ઉમટ્યા લોકોના ટોળે ટોળા

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(education minister jitu vaghani)ની હાજરીમાં જન આશિર્વાદ યાત્રા(Jan Ashirwad Yatra) કાઢવામાં આવી હતી. જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને જીતુ વાઘાણીને પ્રશ્ન પૂછવામાં આવતા જ જીતુ વાઘાણીએ ચાલતી પકડી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રી(Navratri)ના તહેવારમાં 400 લોકોને જ સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. પરંતુ જન આશિર્વાદ યાત્રામાં લોકોના ટોળે ટોળાં જોવા મળ્યાં હતાં અને કોરોનાના નિયમોના લીલેલીરા ઉડતા હોય તેવું આ જન આશીર્વાદ યાત્રાને જોતા લાગી રહ્યું હતું.

રાજ્યના અનેક શહેરમાં પેટ્રોલનો ભાવ 100ની સપાટી વટાવી ચુક્યા છે. ત્યારે જન આશીર્વાદ યાત્રામાં કેટલાય વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમ છતાં અહીં તો જાણે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને કોઈને કાઈ પણ પરવાહ જ ના હોય એવું લાગી રહ્યું છે.

જેને લઇ જીતુ વાઘાણીને જનતા દ્વારા સવાલો કરવામાં આવ્યાં હતાં પ્રશ્ન પૂછવામાં આવતા જ જીતુ વાઘાણીએ ચાલતી પકડી લીધી હતી. BRTS રૂટમાં રૂટિન દિવસોમાં જો સામાન્ય માણસ ગાડી ચલાવે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. જો કે જન આશિર્વાદ યાત્રા દરમિયાન સામાન્ય ટ્રાફિક શરૂ રાખવા પરમિશન આપવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોરોના કાળમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ રેલીઓ યોજી તેમાં કોરોનાનો પ્રસાર વધ્યો અને ગુજરાત કોરોનાના બીજા ભરડામાં સપડાયુ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોઈપણ પ્રકારના કાયદાકીય પગલાં ભારતીય જનતા પાર્ટી સામે લેવાયા નહોતા.

ત્યારે હવે સરકાર દ્વારા ગરબામાં 400 લોકોને જવાની મંજૂરી આપવામાં આવી છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રામાં ભાજપના હજારો કાર્યકરો એ પણ કોરોનાના નિયમોને તોડીને જોડાયા હતા. ત્યારે હવે માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સના નિયમો ને નેવે મુક્યા હતા.

ત્યારે સવાલ એ ઉદભવી રહ્યો છે કે શું કોરોનાના નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ છે? શું નેતાઓને આ પ્રકારના નિયમોમાંથી છૂટ આપવામાં આવી છે?, શું આ નેતાઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે નહિ તેતો જોવું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *