જનતા રાજ સંગઠન બનાવી લોકોના પ્રશ્ને લડતા મયુર જોષીનું અવસાન ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યની જનતા માટે એક દુ:ખદ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જનતા રાજ સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરભાઈ જોષી(Mayur Joshi)એ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મળતી માહિતી મુજબ, મયુરભાઈ જોષીની તબિયત ખરાબ થતાં વડોદરા ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની સારવાર સતત ચાલુ હતી અને સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા હોસ્પીટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

1.આ લોકોની આટલી હિંમત વધે છે કેમની?? 2/4 ગુનેગારોને જાહેર મા ફાસી આપો તો જ પાછા પડશે આ લોકો..

મયુરભાઈ જોષીએ MJ TV નામના ફેસબુક પેજ દ્વારા લોકોના પ્રશ્નો અને મુશ્કેલીઓને દેખાડીને સરકારી તંત્ર પાસે કામ કઢાવવાની અનોખી રીત શોધી કાઢી હતી. તેમની આ રીતને કારણે તેમના ફોલોઅર્સની સંખ્યા થોડાક જ સમયમાં હજારોમાં પહોંચી ગઈ હતી. જેથી તેઓએ તમામ શહેરોમાં આ પ્રકારે સરકારી તંત્ર પાસેથી કામ કઢાવવા જનતા રાજ નામના સંગઠનની રચના કરી હતી અને સતત લોકોના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ આવે તે અંગેની કામગીરી કરી રહ્યા હતા. સતત લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અને હાલાકીને સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવતા હતા અને સરકારી તંત્રમાં રહેલા આળસુ અધિકારીઓ અને કર્મચારીઓને સબક શીખવાડતા હતા.

2.આ ભાઈને ચા-પાણીના ખુટે છે.. તો વિડીયો એટલો શેર કરો કે આજીવન ઘરે જ ચા પીવી પડે..…

સોશિયલ મીડિયાના માધ્યમ થકી મળેલી જાણકારી મુજબ, મયુરભાઈ જોષીની તબિયત ખરાબ થતાં વડોદરા ખાતે આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન હાર્ટ એટેક આવતા હોસ્પીટલમાં જ અંતિમ શ્વાસ લીધા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જનતા રાજ સહિત તમામ ગુજરાતીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

3.આવી 100 બેહનો નો સાથ મળેને તો 1000% ક્રાંતિ લઈ આવીએ.. ખબર પડીને, કે અમે ખોટી બુમો નથી પાડતા..

ઉપર રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કઈ રીતે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર વિરોધી અવાજ ઉઠાવીને કામચોર અધિકારી અને કર્મચારીઓને ઠેકાણે લગાવીને તાત્કાલિક પણે કામ કરાવતા હતા. આળસુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કોઈ પણ કાર્ય તાત્કાલિક પણે કરાવતા હતા અને જનતાના પ્રશ્નો અને મુશ્કેલીઓને પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર સમક્ષ મુકતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *