જલ્દી કરો! ગેસ સિલિન્ડર બૂક કરવા પર 10000 રૂપિયાનું સોનું મેળવો એક દમ મફત- જાણો શું છે સમગ્ર પ્રક્રિયા

એલપીજી સિલિન્ડર(LPG cylinder)ની વધતી કિંમતોએ સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. સિલિન્ડરની વધતી કિંમતો વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. હવે તમે ગેસ સિલિન્ડર બુકિંગ(LPG…

એલપીજી સિલિન્ડર(LPG cylinder)ની વધતી કિંમતોએ સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. સિલિન્ડરની વધતી કિંમતો વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. હવે તમે ગેસ સિલિન્ડર બુકિંગ(LPG cylinder booking) પર 10001 રૂપિયાનું ગોલ્ડ જીતી(Chance to win gold) શકો છો. ખરેખર, તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, LPG કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસ લિમિટેડ(HPCL) એ તેના ગ્રાહકો માટે આ ઓફર(Offer) શરૂ કરી છે.

કેટલા સમય માટે છે આ ઓફર?
તેના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપતા કંપનીએ કહ્યું છે કે, નવરાત્રિના પ્રસંગે ગ્રાહકોને ગેસ સિલિન્ડરની ખરીદી પર 10,000 રૂપિયા સુધીનું Paytm ગોલ્ડ જીતવાની તક આપવામાં આવી રહી છે. આ ઓફર 7 થી 16 ઓક્ટોબર સુધી માન્ય છે. આવી સ્થિતિમાં, જો તમે તેનો લાભ ન ​​લીધો હોય, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. તમારી પાસે 10 હજાર સોનું જીતવા માટે હજુ 3 દિવસ છે. ચાલો આ ઓફર વિશે બધું જાણીએ.

જાણો શું છે આ ઓફર?
કંપનીએ તેના ટ્વીટમાં જણાવ્યું છે કે, જો વપરાશકર્તા ઓનલાઈન પેમેન્ટ સેવા Paytm દ્વારા ગેસનું બુકિંગ કરે છે, તો તેને 10 હજાર એક રૂપિયા સુધીનું સોનું જીતવાની તક મળી શકે છે. કંપનીએ જણાવ્યું છે કે, નવરાત્રિ ગોલ્ડ ઓફર હેઠળ દરરોજ 5 નસીબદાર વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. આ પછી, વિજેતાઓને પેટીએમ તરફથી 10,001 રૂપિયાનું 24 કેરેટ સોનું આપવામાં આવશે.

આ રીતે કરો બુકિંગ:
1. સિલિન્ડર બુક કરવા માટે સૌથી પહેલા Paytm એપમાં બુક ગેસ સિલિન્ડર પર ક્લિક કરો.
2. આ પછી ગેસ પ્રોવાઈડર પસંદ કરો.
3. આ પછી મોબાઇલ નંબર, એલપીજી આઈડી અને ગ્રાહક નંબર દાખલ કરો.
4. હવે તમારે તમારો પેમેન્ટ મોડ પસંદ કરવો પડશે. તમે Paytm Wallet, Paytm UPI, Cards, Net Banking માંથી કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.
5. તમે પેમેન્ટ કરો કે તરત જ તમારું ગેસ સિલિન્ડર બુક થઈ જશે.
6. આ ઓફર માત્ર Paytm થી ગેસ સિલિન્ડરની બુકિંગ અને ચુકવણી પર લાગુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *