દશેરા(Dussehra)ના દિવસે રાવણનું દહન કરવામાં આવ્યું હતું, પરંતુ પેટ્રોલ અને ડીઝલનો રાવણ અત્યારે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પેટ્રોલ ડીઝલ(Petrol Diesel Price)ના ભાવમાં ફરી એકવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ શનિવારે ફરી એક વખત ઈંધણના ભાવ(Petrol-diesel price hike)માં વધારો કરીને સામાન્ય માણસને એક ઝટકો આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 105.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.22 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું.
આ મહિનાના માત્ર 13 દિવસમાં, જ્યાં પેટ્રોલ 3.85 રૂપિયા મોંઘુ થયું છે, ત્યાં ડીઝલ 4.35 રૂપિયા વધી ગયું છે. આ મહિનાની પહેલી તારીખે પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયું હતું, જ્યારે ડીઝલ પણ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. ત્યારથી કિંમતો સતત વધી રહી છે. બીજી બાજુ, ક્રૂડ ઓઇલના ભાવ $ 85 ની આસપાસ ચાલી રહ્યા છે. આથી, અત્યારે કિંમતોમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી.
જાણો શહેરમાં શું છે છે પેટ્રોલ-ડીઝલનો ભાવ:
દિલ્હીમાં પેટ્રોલ 105.49 રુપિયા અને ડીઝલ 94.22 રુપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જયારે મુંબઈમાં પેટ્રોલ 111.43 રુપિયા અને ડીઝલ 102.15 રુપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 102.70 રુપિયા અને ડીઝલ 98.59 રુપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. કોલકત્તામાં પેટ્રોલ 106.10 રુપિયા અને ડીઝલ 97.33 રુપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે.
ક્રૂડ ઓઇલમાં ફરી વધારો:
ક્રૂડ ઓઇલ વધુને વધુ મોંઘુ થઇ રહ્યું છે. આ સતત છઠ્ઠું સપ્તાહ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ નફા સાથે બંધ થયું છે. જ્યાં વિશ્વભરમાં કોલસાનો પુરવઠો અત્યારે ઓછો છે. આવી સ્થિતિમાં વૈકલ્પિક બળતણ તરીકે ક્રૂડનો ઉપયોગ વધ્યો છે. વધુમાં, કુદરતી ગેસનો પુરવઠો પહેલેથી જ ઓછો હતો. આવી સ્થિતિમાં, યુએસ માર્કેટમાં ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ ગુરુવારની સામે $ 0.86 વધીને $ 84.86 પ્રતિ બેરલ થયું હતું. ડબલ્યુટીઆઈ ક્રૂડમાં પણ 0.97 ડોલરનો વધારો, 1.17 ટકાનો વધારો જોવા મળ્યો છે.
અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.
પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.