સુરત(Surat): શહેરમાં લુંટ(loot)ના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા બંદૂકની અણીએ લુંટ ચલાવવામાં આવી હતી અને જેને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
આ સમગ્ર ઘટનાને જોતા તો એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને ખાખીનો ડર જ ન રહ્યો હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં હુમલાઓ, હત્યા અને ગુનાખોરોના બનાવો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. સુરત શહેરમાં દુષ્કર્મ, હુમલો કે પછી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બંદૂકની અણીએ થયેલી લૂંટનો ભેદ આખરે ઉકેલાય ગયો છે. આ ઘટનામાં પૂર્વ કર્મચારીએ 5 લૂંટારુ સાથે મળી ચલાવીને લુંટ ચલાવી હતી. આ લુંટ દરમિયાન 55 હજાર રોકડા મોબાઈલ અને બાઈકની લુંટ કરીને ફરાર થઇ ગયા હતા. પરંતુ હાલમાં સુરત પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે ત્રણ લુટારુ આરોપીને પકડવા સફળ થઇ હતી અને આ ઘટના અંગેનો ભેદ ઉકેલાય ગયો છે.
સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા (law and order situation)ની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હુમલા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. અસામાજિક તત્વો દ્વારા હુમલા થતા સમગ્ર વિસ્તાર સહીત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.