હાર્દિક પટેલને મળશે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકેનું સિંહાસન?- હાર્દિકે આપ્યું ચોંકાવનારુ નિવેદન

ગુજરાત: હાર્દિક પટેલ (Hardik Patel) તેમજ હાલમાં કોંગ્રેસ (Congress) ની વિચારધારા સાથે જોડાયેલા જીગ્નેશ મેવાણી (Jignesh Mewani) ની દિલ્હી (Delhi) હાઈકમાન્ડ સાથેની બેઠકને લઈને ગુજરાત (Gujarat) કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો થયો છે જયારે આ મામલે હાર્દિક પટેલે ચોંકાવનાર ખુલાસો કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આવ સમયે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ તેમજ જિગ્રેશ મેવાણીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પછી દિલ્હી ખાતે પહોંચ્યા હતા. આ બંન્નેને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે એવું અનુમાન લગાવાઈ રહ્યાની ચર્ચા જામી છે ત્યારે હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે.

મીડિયા અહેવાલોનું હું ખંડન કરું છું:
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદે હાર્દિક પટેલના નામની ચર્ચાને લઈ ઉત્તર આપતા તેણે કહ્યું હતું કે, હું 28 વર્ષનો છું જયારે કાર્યકારી અધ્યક્ષ બનાવી પાર્ટીએ મને ખુબ આપ્યું છે, પદ અથવા તો હોદ્દાની મને જરાય પણ લાલચ નથી. મીડિયામાં ચાલી રહેલ આ અહેવાલોનું હું ખંડન કરું છું.

હાર્દિક પટેલને મોટી જવાબદારી સોપાઈ એવી સંભાવના:
અહીં નોંધનીય છે કે, પાટીદાર આંદોલન પછી હવે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે તેમજ તે કોંગ્રેસના યુવા ચહેરો બન્યો છે. આની ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે જોડાયેલ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ હવે કોંગ્રેસનો ચહેરો બની ગયા છે ત્યારે આ બંને નેતાઓને કોંગ્રેસ જવાબદારી સોંપે એવું જણાઈ રહ્યું છે.

વર્કિંગ કમિટીમાં હાર્દિક પટેલ અને મેવાણી રહ્યા હાજર:
ગઈકાલે જ કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક મળી હતી કે, જેમાં પક્ષના બધા જ નેતાઓ રાષ્ટ્રીય સ્તરે પક્ષ અંગે ચર્ચા તેમજ મંથન કરતા રહેતા હોય છે, કોંગ્રેસના હિતને તેમજ કોંગ્રેસની કમાન મજબૂત કરવા હવે કોંગ્રેસ મોટા નિર્ણયની જરૂર રહેલી છે. કોંગ્રેસની ફરી બેઠી કરવા માટે વર્કિંગ કમિટીની બેઠકમાં મનોમંથન પછી અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઈ હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *