સુરતમાં મોબાઈલ દુકાનદાર સાથે 2.66 લાખના મુદ્દા-માલની ઠગાઈ કરનાર ભેજાબાજ આરોપી ઝડપાયો

સુરત(Surat): હાલમાં કોરોના(Corona) મહામારી વચ્ચે લોકોને વેપાર અને ધંધાની પદ્ધતિઓ પણ બદલાઈ ગઈ છે. જોવા જઈએ તો મોટા ભાગના લોકો ઓનલાઈનનો વેપાર કરતા થઈ ગયા છે. તેવામાં સુરતમાં સીટીલાઈટ(Citylight) વિસ્તારમાં આવેલ હર્ષ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાથી રૂપિયા 2.66 લાખનો મોબાઈલ અને ચાર્જર ખરીદી પૈસા નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ દરમિયાન સુરત શહેર એસોજી પોલીસે ઠગબાજને ઝડપી પાડીને રૂપિયા 1.60 લાખનો એક મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતના સારોલીગામ(Saroligam) વિસ્તારમાં અગ્નિ બંગ્લોઝમાં રહેતા આદર્શ રાજેન્દ્ર કાસટ નામના વ્યક્તિ સીટીલાઈટ અશોક પાન હાઉસની સામે ભગવતી આશિષ કોમ્પલેકસમાં આવેલ હર્ષ એન્ટરપ્રાઈઝના નામે વેપાર કરે છે. આદર્શભાઈ પાસેથી નિકુંજ ભાલાળા નામના યુવકે રૂપિયા 2.70 લાખ અને બે નંગ મોબાઈલ તથા સેમસંગ કંપનીના ચાર્જર ખરીદ્યા હતા અને નિકુંજ ભાલાળાએ મોબાઈલનું પેમેન્ટ એનએફટી મારફતે આપી દીધો તેમ કહી ખોટો વિશ્વાસ આપી સિકયુરીટી ચાર્જ પેટે ચેકો આપવામાં આવ્યા હતા.

જોકે નિકુંજ ભાલાળાએ પેમેન્ટ ચુકવ્યું ન હતુ અને છેતરપીંડી કરી હતી. આ અંગે આદર્શ ભાઈએ નિકુંજ ભાલાળા વિરુધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે અને પોલીસે ફરિયાદને ધ્યાનમાં લઈને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ દરમિયાન સુરત શહેર એસોજી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન જાણકારી મળી હતી કે, પરવત પાટીયા વિસ્તારમાં ચોરીના મોબાઈલ સાથે એક વ્યક્તિ ફરી રહ્યો છે. જે તે બાતમીના આધારે એસોજી પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવતા આરોપીને પકડી તેની પુછપરછ કરતાં આરોપીએ તેનું નામ નિકુંજ બાબુભાઈ ભાલાળા અને તે સ્ટોક માર્કેટમાં ટ્રેડીગ કરતો હોવાની માહિતી જાણવા મળી હતી.

મળતી માહિતી અનુસાર હાલમાં તે પરવટ પાટીયા વિસ્તારમાં આવેલી સાંઈ આશિષ સોસાયટીમાં રહે છે. પોલીસે આરોપી નિકુંજ ભાલાળા પાસેથી સેમસંગ કંપનીનો રૂપિયા 1.16 લાખનો મોબાઈલ કબ્જે કરી ઉમરા પોલીસ મથકમાં નોંધવામાં આવેલ છેતરપીંડીના ગુનોનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે,આ આરોપી વિરુધ અગાઉ પણ મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુનો દાખલ થઇ ચુકયો છે. હાલ તો પોલીસે ઠગબાજ અને છેતરપીંડી કરનાર યુવક નિકુંજ ભાલાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *