સુરતમાં 13 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યમાં ત્રણ આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષ કેદની સજા

સુરત(Surat): સુરત શહેરના ઉધના(Udhana) વિસ્તારમાં આવેલ સંજય નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા સદ્દામ હુસૈન શૌકત અલી શેખ, રાકેશ દેવનારાયણ પોદ્દાર અને રશીદ અલી ઉર્ફે સમશેર વાજિદ અલી શેખે 1 ડિસેમ્બર, 2012ના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને જાનથી મારી નાખવાની ધમકી તથા પોક્સો એક્ટ હેઠળ ધમકી આપતા તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે તમામ આરોપીઓને દસ વર્ષ સુધીની કેદ અને દરેકને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી હતી.

બ્લેકમેલ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું:
આરોપીએ 13 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને કિશોરને બ્લેકમેલ(Blackmail) કરીને તથા જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમની સાથે જાતીય શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન જ્યારે કિશોર તેમની માતા સાથે પોતાના વતન ગયો ત્યારે તેણે તેની માતાને તમામ હકીકત જણાવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે તમામ પ્રકારની તપાસ પૂર્ણ કરી અને પૂરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

આરોપીઓ વિરુદ્ધ અદાલતમાં સુનાવણી શરુ:
કોર્ટમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ વિશેષ અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી. આરોપીઓ વિરુદ્ધ સુનાવણી દરમિયાન અધિક સરકારી વકીલ અરવિંદ પી. વસોયા આરોપો સાબિત કરવામાં યોગ્ય રહ્યા હતા. ગુરુવાર એટલે કે ગઈકાલે અંતિમ સુનાવણી બાદ કોર્ટે ત્રણેયને આરોપી અને દોષિત જાહેર કર્યા હતા. સાથે એટલું જ નહીં પણ તેમને દસ વર્ષની કેદ અને દરેક આરોપીને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *