મુસાફરોની ચીચીયારીથી ગુંજી ઉઠ્યો હાઈવે, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના 8 લોકોના કમકમાટી ભર્યા મોત

હરિયાણા(Haryana)ના ઝજ્જર જિલ્લા(Jhajjar district)ના બહાદુરગઢ(Bahadurgarh)માં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત(Eight people died in the accident) થયા છે, જ્યારે એક બાળક ઘાયલ છે. જ્યારે મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત KMP એક્સપ્રેસ વે હાઇવે પર બહાદુરગઢના બદલી અને ફારૂખનગર વચ્ચે થયો હતો. ર્ટિગા કારમાં સવાર લોકો ગુડગાંવ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતી, જેના કારણે આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહોને ઓળખ અને પોસ્ટ મોર્ટમ માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા તપાસનીસ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. પોલીસ અકસ્માતની તપાસમાં જોડાયેલી છે. ઘાયલ બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બધા લોકો એક જ પરિવારના હતા:
મળતી માહિતી મુજબ, કેએમપી એક્સપ્રેસ વે હાઇવે પર અકસ્માતમાં માર્યા ગયેલા લોકો યુપીના ફિરોઝાબાદના રહેવાસી હતા. ફિરોઝાબાદના નાગલા અનૂપ ગામના લોકો ગોગા મેડીથી ઘરે પરત ફરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો એક જ પરિવારના છે ભાડાની એર્ટિગા કારમાં કુલ અગિયાર લોકો હતા. ઘટના દરમિયાન કાર રોકી દેવામાં આવી હતી અને કેટલાક લોકો શૌચાલય માટે નીચે ઉતર્યા હતા. હાલમાં, વાહનના ડ્રાઈવર, એક મહિલા અને એક બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે અને બાકીના આઠ લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *