સુરતના પુણા કુંભારીયા ગામમાં અજાણ્યા શખ્સે વૃદ્ધને ગળે ટુંપો આપી હત્યા કરતા મચ્યો ચકચાર

સુરત(Surat): શહેરમાં હત્યા(Murder)ના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતના પુણા કુંભારીયા ગામ(Kumbharia village)માં વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખ્સે ગળે ટુંપો આપીને હત્યા કરી હોય તેવું જાણવા મળ્યું છે. પોલીસ પોસ્ટમાર્ટમ(Postmortem)માં હત્યાનો સમગ્ર ખુલાસો થયો છે.

પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ગુનાખોરો (Surat crime rate)ની બનાવો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. સુરત શહેરમાં દુષ્કર્મ, હુમલો કે પછી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે.

સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા (law and order situation)ની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. 48 કલાકમાં સુરતમાં એક હત્યાનો ગુનો દાખલ થતો હોય છે. હવે વધુ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તાર સહીત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *