સાસરિયામાંથી સોનાના દાગીના અને પૈસા પરણીતા ડ્રાઇવર સાથે ભાગી ગઈ- જાણો કયાની છે ઘટના

તાજેતરમાં બનાસકાંઠાના વડગામમાં એક પરિણીત યુવતી ડ્રાઈવર સાથે ભાગી ગઇ હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, પરિણીત યુવતીએ તેના પ્રેમી સાથે મળી…

તાજેતરમાં બનાસકાંઠાના વડગામમાં એક પરિણીત યુવતી ડ્રાઈવર સાથે ભાગી ગઇ હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, પરિણીત યુવતીએ તેના પ્રેમી સાથે મળી સાસરીમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત 13.70 લાખ રૂપિયાના માલમત્તાની ચોરી પણ કરી છે. જેથી બંને વિરુદ્ધ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, વડગામ તાલુકાના છનિયાણા ગામની મનીષા નામની યુવતીના લગ્ન મજાતપુર ગામે રહેતા પ્રવીણભાઈ સાથે થયા હતા. આ દરમિયાન મનીષા તેના પિયર છનીયાણા ગામે આવી હતી અને બાદમાં પાલનપુર દાંતના દવાખાને બતાવવા જવાનું છે અને ત્યાંથી બારોબાર સાસરીમાં જવાનું તેમ કહીને ઘરેથી નીકળી હતી.

ત્યારબાદ બીજા દિવસે મનીષાના મોબાઈલ પર તેના પિતાએ સંપર્ક કરતા નંબર સ્વીચ ઓફ આવતો હતો. જેથી યુવતીના પિતાએ તેમના જમાઈ પ્રવીણભાઈને ફોન કરી પૂછ્યું તો મનીષા તેમના ઘરે પહોંચી જ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ અંગે તપાસ કરતા મનીષા ધનાલી ગામના ડ્રાઇવર પ્રકાશ માજીરાણા સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત, સાસરીમાં તપાસ કરતા સોનાના દાગીના સહિત 13.70 લાખ રૂપિયાના માલમત્તાની પણ આ બંને ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે યુવતીના પિતાએ તેમની પુત્રી અને તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વડગામ પોલીસ દ્વારા યુવતીના પિતાની ફરીયાદના આધારે બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *