ગુજરાત(Gujarat): રાજ્યમાં દારૂબંધી(Alcoholism) માત્ર કહેવા પુરતી જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યમાં અવારનવાર કહીએ કે રોજ દારૂ પકડાતો હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સરકાર સામે સવાલ ઉઠી રહ્યા છે કે રાજ્યમાં તો દારૂબંધી છે તો પછી રાજ્યમાં દારૂ આવે છે ક્યાંથી? દારૂબંધી છે એવું રાજ્ય ગુજરાતમાં અમદાવાદ(Ahmedabad) શહેરમા કેટલાય વિસ્તારો એવા છે જ્યાં ખુલ્લેઆમ જ દારૂનું વેચાણ થઇ રહ્યું છે.
દિવાળી(Diwali)નો તહેવાર નજીક આવી રહ્યો છે અને બજારમાં ખરીદી કરવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. ત્યારે એક એવો પણ વિસ્તાર છે કે જ્યાં લોકોની દારૂ ખરીદવા માટે લાંબી કતાર લાગે છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા(Ghatlodia) વિસ્તારના મુખ્યમાર્ગ પર દારૂ ખરીદવા માટે લોકોની ખુબ જ મોટી લાઈનો લાગે છે. જેના કારણે રસ્તા પર ખુબ જ ટ્રાફિક સર્જાઈ રહ્યો છે. જ્યારે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના PI વાય.આર.વાઘેલાને પૂછતાં તેમણે જણાવતા કહ્યું હતું કે, પહેલા તો તેણે કહ્યું કે આ દારૂનો વિસ્તાર પોતાની હદ ન હોવાની વાત કહી હતી. બાદમાં તેમણે કહ્યું કે, મને આ વિશે કઈ પણ જાણકારી નથી.
દારૂ ખરીદવા માટે ઉમટેલી ભીડને કારણે લોકો પરેશાન
શહેરના ઘાટલોડિયામાં સિંધવાઈ માતાના મંદિરેથી AEC બ્રિજ નીચેથી ગુરૂકુલ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામની ખુબ જ સમસ્યા સર્જાય છે. સામાન્ય લોકો જ્યારે આ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે અસહ્ય દુર્ગંધ આવતી હોય છે. પરંતુ ખરેખર આ જગ્યા જાણે બુટલેગર અને દારૂ પીનારા લોકો માટે જાણે નિયમો બહારની હોય તેવું આ દારૂના વેપલાને જોતા લાગી રહ્યું છે. AEC બ્રિજ નીચેથી ગુરુકુલ તરફ જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ દારૂ ખરીદનારાની લાઈન વધતી જાય છે.
દારૂ લેવા માટે લાગે છે મોટી મોટી લાઈન:
દારૂનો વેપલો ખુલતાની સાથે જ લોકોની દારૂ લેવા માટે લાંબી લાઈનો લાગે છે. અનેક લોકો અહિયાં દારૂ લેવા માટે આવે છે. ખુલેઆમ દારૂ વેચાતો હોવાને કારણે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે, ખુલેઆમ દારૂ વેચાઈ રહ્યો છે જેની અસર આજુ બાજુમાં રહેતા લોકો પર પડી રહી છે.
પોલીસને પૂછવામાં આવે તો તે કહે છે કે તેમના વિશે કઈ ખબર નથી:
રાજ્યમાં દારુબંધી છે છતાંય અત્યંત શરમજનક વાત તો એ કહી શકાય કે, જ્યાં ખુલેઆમ દારૂનું વેચાણ અને ખરીદી થઇ રહી છે. મહત્વનું છે કે, જ્યાં દારૂનો વેપલો ચાલી રહ્યો છે ત્યાં 200 મીટર દુર જ ગર્લ્સ હોસ્ટેલ અને સ્કૂલ છે તથા ધાર્મિક સ્થળ પણ છે. આટલું જ નહીં પરંતુ શહેરના ઘાટલોડિયા ગામમાં પણ આ પ્રકારે ખુલેઆમ દારુ વેચાઈ રહ્યો છે. આ અંગે જ્યારે પોલીસ સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે, આ વિશે અમને કઈ ખબર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.