સહપાઠીઓની ચિચયારી, મિત્ર ભડથું થઇ ગયો અને હું જીવ બચાવી કુદયો કઇ ભૂલી શક્યા નથી પણ મારા કેરિયરનો સવાલ હતો એટલે મન મક્કમ કરીને અને ભગવાનની મહેરબાની કે નાટાના મેરિટમાં ગુજરાતમાં 25માં ક્રમ પર આવ્યો છે. આ વાક્ય તક્ષશિલા અગ્નિકાંડમાં બચી ગયેલા ઋષિત વેકરિયાના છે.
આર્કિટેક્ચર તરીકે પોતાનું કેરિયર બનાવવાની ખુશી
અગ્નિકાંડમાં પોતાનો જીવ બચાવવા કુદી પડેલા વિદ્યાર્થીઓમાં ઋષિત અરવિંદ વેકરિયા પણ એક હતો. ઘટનાના 30 દિવસમાં જ નાટાની પરીક્ષા આપી ઋષિત 200માંથી 150 ગુણ મેળવીને ગુજરાતના મેરિટમાં 25મો ક્રમ મેળવ્યો છે. આર્કિટેક્ચર તરીકે પોતાનું કેરિયર બનાવવાની ખુશી સાથે ઋષિતને આ ઘટનાનું દુ:ખ પણ છે.
આગમાં મારો મિત્ર નિસર્ગ પણ હોમાઇ ગયો હોવાનું જાણવા મળતા ભાંગી ગયો હતો
ઋષિતે જણાવ્યું હતું કે, આગ લાગી ત્યારે તે ક્લાસની ઓફિસમાં હતા. પરિસ્થિતિને જાણ થતા હું દોડ્યો હતો. બધે ધુમાડા હતા, હિંમત કરીને કુદવા વાળો હું પ્રથમ હતો. માથામાં ઇજા થઇ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સવારે આગમાં મારો મિત્ર નિસર્ગ પણ હોમાઇ ગયો હોવાનું જાણવા મળતા ભાંગી ગયો હતો. દુર્ઘટના નજર સામે આવે તો માતા પિતા પરિવારજનો પાસે જતો રહેતો હતો. આવી પરિસ્થિતિમાં મે મારો ગોલ ધ્યાનમાં રાખ્યો રેફરન્સ બુક પ્રિફર કરતો હતો અને નાટા મેરિટમાં સારો ક્રમ મેળવી લીધો છે. નાટાની પરીક્ષામાં 835 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇડ થયા છે.