મંદી ના માહોલ વચ્ચે ટેક્સટાઇલના હયાત એકમોને સબસિડી અને ડાયમંડના રત્નકલાકારોને સહાય આપવા રજૂઆત

રજૂઆતોના મારો થયા પછી રાજ્ય સરકારે નવી ઔદ્યોગિક નિતીમાં રાજ્યના તમામ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા વ્યવસ્થિત સૂચનો મળી રહે તે હેતુથી વિવિધ કમિટીઓની નિમણુંક કરી હતી.…

રજૂઆતોના મારો થયા પછી રાજ્ય સરકારે નવી ઔદ્યોગિક નિતીમાં રાજ્યના તમામ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા વ્યવસ્થિત સૂચનો મળી રહે તે હેતુથી વિવિધ કમિટીઓની નિમણુંક કરી હતી. સુરત દ્વારા પણ ભૂતકાળમાં વિવિધ રજૂઆતો તેમ છતાં આ કમિટીમાં સુરતના એકે ય આગેવાનોને સ્થાન આપવાનું ઉદ્યોગ કમિશનર વિભાગ ભૂલ્યું હતું. જોકે, મોડે-મોડે ઉદ્યોગ કમિશનર વિભાગને ભૂલ સમજાતા ચેમ્બર ઓફ કોમર્સ(એસજીસીસીઆઈ)ના આગેવાનોને ગુરૂવારે સવારે ગાંધીનગર આવવા તેડું આપવામાં આવ્યું હતું.

સુરતમાં 60 ટકા એમએસએમઈ સેક્ટરના એકમો

ગાંધીનગર ઉદ્યોગ કમિશનરેટ ખાતે મળેલી મીટીંગમાં ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈ અને આઈપીપી હેતલ મહેતાએ હાજરી આપી હતી. આ અંગે કેતન દેસાઈના જણાવ્યાનુસાર, ગાંધીનગરમાં ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને એમએસએમઈ કમિશનર યોગેશ નિરગુડે સહિતના અધિકારીઓ સાથે મીટીંગ મળી હતી.

જેમાં વિવિધ ઉદ્યોગોને સાંકળતી કુલ 10 કમિટી તૈયાર કરવામાં આવી છે. આ કમિટીની આવનારા મહિનાઓમાં મીટીંગ મળશે અને જે-તે ઉદ્યોગો માટે સૂચનો રજૂ કરશે. સુરતમાં 60 ટકા એમએસએમઈ સેક્ટરના એકમો છે. જેમાં હાલના સમયે ટેક્સટાઇલ અને ડાયમંડમાં ચાલી રહેલી મંદીમાં ઉદ્યોગોને બુસ્ટ મળે તે હેતુથી તૈયાર થનારી નવી સબસિડીમાં હયાત એકમોને કેપીટલ તેમજ વીજ સબસિડી જેવી વિવિધ સબસિડીઓનો લાભ મળે તથા ડાયમંડ સેક્ટરમાં સંકળાયેલા લેબરને સહાય મળે તેવી યોજના લાવવા રજૂઆત કરાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *